ભારતે પાકિસ્તાન સામેની T-20 મેચ રદ્દ કરી દેવી જોઈએ

0
180
Spread the love

ઈન્ડિયન ક્રિકેટ ટીમ 24 ઓક્ટોબરે T-20 વર્લ્ડકપમાં પોતાની પ્રથમ મેચ પાકિસ્તાનની ક્રિકેટ ટીમ સામે રમવાની છે.

આ દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં બિન-કાશ્મીરીઓ પર સતત હુમલાને પગલે ભારત-પાકિસ્તાન વચ્ચે થનારી T-20 વર્લ્ડકપ મેચ રદ્દ કરવાની માંગ દેશભરમાંથી ઊઠી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા છે, જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. ભારતીય સુરક્ષા દળોના જવાનોએ આતંકવાદીઓનો પકડીપકડીને મારવાનું શરૂ કર્યું છે, ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે, પરંતુ સામે પક્ષે છેલ્લા એક સપ્તાહમાં નવ સૈનિકો પણ શહીદ થયા છે. આ જ કારણ છે કે ફરી એક વખત ભારતીયોનો પાકિસ્તાન પ્રત્યે ગુસ્સો વધી રહ્યો છે. હાલની સ્થિતિ જોતા જો ભારત-પાકિસ્તાન મેચ થશે તો હારનાર ક્રિકેટ ટીમની ભાવનાઓ વધુ ભડકશે અને સરહદ પર ફરી કંઈક નવાજૂની થશે એવા એંધાણ વર્તાય રહ્યા છે. અલબત્ત બંને ટીમનાં ખેલાડીઓ અને તેમના પરિવારજનો પણ આ હાઈવોલ્ટેજ મેચને લઈ તણાવ મહેસૂસ કરી રહ્યા હોવાના સમાચાર છે.

જમ્મુ-કાશ્મીરની સંવેદનશીલ સ્થિતિ અને પાકિસ્તાનની અવળચંડાઈ એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે T-20 વર્લ્ડકપમાં એક મેચ રમવાનું છે. લાંબા સમય બાદ બંને ટીમ ક્રિકેટ મેદાનમાં સામસામે આવવાની છે અને આ સ્થિતિમાં બંને દેશોની જ નહીં દુનિયાભરની નજર આ મેચ પર છે ત્યારે ભારતમાંથી પાકિસ્તાન સામે T-20 વર્લ્ડકપ મેચ રદ્દ કરવાની માંગ પ્રબળ બનતી જાય છે. જોકે આજ સુધી પાકિસ્તાન ટીમ વર્લ્ડકપની મેચોમાં ભારતને ક્યારેય હરાવી શકી નથી.

આગામી T-20 વર્લ્ડકપ મેચમાં પણ ભારતનું પલડું પાકિસ્તાન સામે ભારે છે અને જો ભારત મેચ રદ્દ કરે તો પોઈન્ટ ટેબલમાં તેને નુકસાન થઈ શકે તેમ છે પરંતુ જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની નાપાક હરકતોના પગલે છેલ્લા એક સપ્તાહમાં ભારતના નવ સૈનિકો શહીદ થયા છે. પાકિસ્તાનમાંથી આતંકવાદીઓ સતત ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સરહદ પર સતત એન્કાઉન્ટર થઈ રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હાલ ભારત-પાકિસ્તાન બોર્ડર પર નાજૂક સ્થિતિ છે ત્યારે તમામ હાલાતો જોતા ભારતે પોઈન્ટ ટેબલની ચિંતા કર્યા વિના પાકિસ્તાન સામેની મેચ રદ્દ કરી દેવી જોઈએ.


Spread the love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here