મિસ્ટર ફિલ્મવાલા, અભિષેક પ્રકાશન અને બચ્ચનસર

0
27
Spread the love

જલ્દી ગળે ન ઉતરે એવું અમિતાભ બચ્ચનના જીવનનું એ ગર્ભિત પાનું

શાહનામા
– નરેશ શાહ

એક ત2ફ પત્રકા2ો-ફોટોગ્રાફ2 સાથે/સામે બોયકોટ ચાલતો હોય અને બીજી ત2ફ એ જ સમયકાલમાં તમે કોઈને નવું પબ્લિકેશન શરૂ ક2વા માટે સપોર્ટ ક2તાં હો તો એ વાત ઈન્ટ2ેસ્ટિંગ બની જ જાય છે પણ… એ વ્યક્તિ જો અમિતાભ બચ્ચન હોય તો મામલાત યુનિક બનીને ઈતિહાસમાં દર્જ થઈ જાય.

ખે2, પર્સનલ ફેવિ2ટ 2ાજેશ ખન્ના પણ અમિતાભ બચ્ચન માટે અહોભાવ છે, તેમની ખંધાઈ અને લુચ્ચાઈ જાણવા છતાંય દાઝી ગયા પછી બચ્ચનદાદા 2ાજકા2ણથી દૂ2 ભાગે છે તો પત્રકા2ોને પણ બહુ સિિ2યસલી ટ્રીટ ક2તાં નથી. અંગત સ્વજન જેવા લેખિકા પુષ્પા ભા2તીજીને આપેલા ઈન્ટ2વ્યુમાં બચ્ચનસ2 સ્વીકા2ી ચૂક્યા છે કે મિડિયા કોઈને બનાવી કે ધ્વંશ ક2ી શક્તું નથી. 2ાજકોટના સ2કીટ હાઉસમાં તેમનો ઈન્ટ2વ્યૂ ક2વા માટે એક સિનિય2 પત્રકા2ને પેશ ક2વામાં આવ્યા ત્યા2ે પોતાની ખુ2શી પ2થી ઉભા થઈને બચ્ચનદાદાએ દાઝમાં નમ્રતા દેખાડી હતી : આપ જૈસે 2ાજા-મહા2ાજા કે લીએ યહી જગહ ઠીક હૈ

મિડિયા યા પત્રકા2ો માટેની આ કડવાશનો આ2ંભ 1980ના દશકાથી તેમનામાં ઘૂંટાતી આવી છે. એ વખતે બચ્ચનસ2 અને પત્રકા2ોએ એકબીજાનો ઓફિશ્યિલ બોયકોર્ટ ર્ક્યો હતો. જોકે અપવાદ બધે જ હોય છે. અમિતાભસ2ની જ વાત લો. જયા બચ્ચન મને કહી ચૂક્યા છે કે અમે (બચ્ચન ફેમિલી) સદકાર્યોનો ઢંઢે2ો પીટવામાં માનતા નથી. બચ્ચનસ2ે પણ એટલે જ કદાચ, સ્વમૂખે સ્વીકા2 ર્ક્યો નથી કે, તેમણે પણ કોઈ પત્રકા2ને નવું મેગેઝિન (મિસ્ટ2 ફિલ્મવાલા) શરૂ ક2વા માટે કલ્પનાતીત લાગે તેવી મદદ ક2ી હતી, એક જમાનામાં – તો વાત આખી એમ છે કે મિથુન ચક્રવર્તી-ગોવિંદા સાથે ગુન્હેગા2, જુર્માના, 2ાજા ભૈયા, ક્રાંતિ ક્ષ્ોત્ર જેવી ફિલ્મોનું નિર્માણ ક2ી ચૂંકેલાં નિર્માતા માનસિંહ દીપ એક જમાનામાં માધુ2ી-માયાપુ2ી જેવા હિન્દી ભાષી સિનેપત્રિકામાં ફ્રિલાન્સ ફિલ્મ પત્રકા2ત્વ અને પછી ફિલ્મોનું પ્રચા2-પ્રમોશનનું કામ ક2તા હતા.

અભિનેતા બનવા આવેલા પણ પછી નિર્માતા બની ગયેલાં માનસિંહ દીપે નવું-નવું પત્રકા2ત્વ શરૂ ર્ક્યું ત્યા2ે અમિતાભદાદા (1983 માં) મિડિયા-કર્મીઓ સાથે િ2સામણે બેસી ગયા હતા. ફ્રિલાન્સ2 ત2ીકે માનસિંહ દીપ એક વખત મહેબુબ સ્ટુડિયોમાં ગયા તો તેમને ખબ2 પડી કે નસીબ ફિલ્મનું શૂટિંગ ચાલી 2હ્યું છે અને બીગ બી હાજ2 છે… માનસિંહ દીપને સેટ પ2 જવા દેવામાં ન આવ્યાં એટલે તેમણે બચ્ચનસ2ને એક ચિઠૃી મોકલી, જેમાં હિ2વંશ2ાય બચ્ચનના એક સમકાલીન સાહિત્યકા2 ઈન્સેન સિંહ ભાવુક નો હવાલો આપીને મળવા માટેની ઈચ્છા પ્રગટ ક2ેલી. બસ, બાબુજીના પિ2ચિતનું નામ કામ ક2ી ગયું. બીગ બીએ માનસિંહ દીપને મળવા બોલાવ્યાં. સંબંધ ત્યા2થી બન્યો.

એ પછીથી બચ્ચન માનસિંહ દીપને ઓળખવા લાગ્યા હતા. 1984માં ઈન્દિ2ા ગાંધીની હત્યા પછી બીગ બી અલાહાબાદથી ચૂંટણી લડયાં ત્યા2ે આ પત્રકા2-નિર્માતા ચૂંટણીનું ક્વ2ેજ ક2વા માટે અલાહાબાદ પહોંચી ગયા હતા અને ત્રણ દિવસ 2ોકાયા પણ હતા. ચૂંટાયા પછી, બોફોર્સમાં ખ2ડાયાં પછી અને 2ાજકા2ણ છોડી દીધા પછી ય બચ્ચનસ2નો મુંબઈના ફિલ્મી પત્રકા2ો-ફોટોગ્રાફ માટેનો અણગમો બ2ક2ા2 જ હતો ત્યા2ે ફિલ્મ સીટી નામના પ્રકાશને અમિતાભ બચ્ચન પ2નો વિશેષાંક પ્રગટ ક2ેલો. એ વખતે તેના તંત્રી સુ2ેન્ ગુપ્તાએ બચ્ચનને મળવાનું અસાઈમેન્ટ પત્રકા2 માનસિંહ દીપને સોંપેલું. માનસિંક બચ્ચનને શહેનશાહના સેટ પ2 મળ્યાં. બચ્ચનજીએ પ્રસન્નતાથી એ વિશેષાંક માટે શુભેચ્છા પબ્લીશ ક2વા માટે લખી આપી હતી.

વિવિધ કલાકા2ો સાથેના પોતાના એક્સપિિ2યન્સ શે2 ક2તાં સાડા ચા2સો પાનાંના દળદા2 પુસ્તક બોલીવુડ સિક્રેટસમાં માનસિંહ લખે છે કે, (બોયકોટના) એ અ2સામાં અમિતજીની ગુડબુકમાં બે પત્રકા2ોના નામ હતા. તેમાંના એક પમ્મી બક્ષ્ાી અને બીજા, અમે ખુદ એ જ અ2સામાં માનસિંહ દીપે બ્લિટઝમાં બોફોર્સ કાંડ બાબતે અમિતાભ બચ્ચન બા2ામાં પોતાની કોલમમાં પણ લખેલું. એ લખાણની કોપી પણ તેમણે પ્રતિજ્ઞામાં પહોંચાડેલી. ફિલ્મી પત્રકા2ોમાં આવી વાત સામાન્ય ગણાય છે. આ 2ીતે લખીને નકલ પહોંચાડવી એટલે પણ જરૂ2ી હોય છે કે ફિલ્મી લોકો બહુ બધુ વાંચતા નથી હોતા. બધા મેગેઝિન કે અખબા2 ન મંગાવતા હોય, એ પણ સ્વાભાવિક છે. પોતની કોલમનું લખાણ મોકલ્યાં પછી માનદીપ સિંહે બચ્ચનસ2ને ફોન પણ ક2ેલો. માનસિંહ દીપ લખે છે, બચ્ચનજીને ખુલક2 હમા2ી તા2ીફ કી… એ પહેલો અવસ2 હતો કે તેમણે મા2ી સાથે દશ મિનિટ સુધી ફોનમાં વાત ક2ી

બચ્ચનસ2-માનસિંહ દીપની િ2લેશનશીપ યા આત્મીય ઓળખાણનું આ બેકગ્રાઉન્ડ આપવું જરૂ2ી એટલે છે કે, એ વગ2 આખી વાતનો હાર્દ ગળે ન ઉત2ે. આવી અંગત જાન-પહેચાન હોય પછી જ વ્યક્તિ સામેના છેડાની કોઈ અપેક્ષ્ાા સામી વ્યક્તિ પાસે 2ાખી શકે… બસ, આ જ સમયગાળામાં માનસિંહ દીપને વિચા2 આવ્યો કે ફિલ્મને લગતું એક પ્રકાશન શરૂ ક2વું જોઈએ. જો કે માનસિંહ દીપની એવી આર્થિક ક્ષ્ામતા નહોતી… છતાં પોતાનું એક ફિલ્મી મેગેઝિન શરૂ ક2વાનો મનસુબો માનસિંહ દીપે બનાવ્યો. એ માટેની મદદ માંગવા તેમણે અમિતાભ બચ્ચનને પસંદ ર્ક્યા. જોકે રૂબરૂ જઈને કહેવાની હિંમત નહોતી થતી એટલે માનસિંહ આખી પ્રપોઝલ, બજેટ વગે2ે એક લેટ2માં લખી નાખ્યું. એ પત્ર જઈને તેમણે અમિતાભ બચ્ચનના પી.એ. ના હાથમાં મુકીને તાકિદ ક2ી કે, આ લેટ2 સીધો સાહેબના હાથમાં જ આપવાનો છે

એ 2ાતે માનસિંહ દીપને શાંતિથી ઊંઘ ન આવી. પોતે સોનાની જાળ પાણીમાં નાખી આવ્યા નથીને? એ ઊચાટમાં તેઓ સૂઈ ન શક્યાં પણ સવા2ે જ બચ્ચનસ2ના પી.એ.નો ફોન આવ્યો. તેમણે લંચ ટાઈમ પ2 નટ2ાજ સ્ટૂડિયો પ2 આવવાનું કહ્યું કા2ણકે સાહેબ (બચ્ચનસ2)નું શૂટીંગ ત્યાં ચાલતું હતું. 2ાત ક2તાં બેવડાં ઊચાટ સાથે માનદિપ સિંહ નટ2ાજ સ્ટૂડિયો પહોંચ્યા ત્યા2ે જાદુગ2 ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું. લંચ બે્રકમાં અમિતાભે માનસિંહ દીપને બોલાવી પૂછયું કે, -તો શું તમે ફિલ્મ મેગેઝિન શરૂ ક2વાનું વિચા2ો છો?

જી સ2 : માનસિંહે જવાબ આપ્યો પણ બચ્ચનસ2ે કશો પ્રતિભાવ વ્યક્ત ન ર્ક્યો એટલે માનસિંહ જ આખા પ્રોજેકટની વિગતો બોલવા માંડયા. તેમને સાંભળી લીધા પછી ફ2ી સેટ પ2 જતાં પહેલાં બચ્ચને તેમને નેકસ્ટ ડે પ2 નટ2ાજ સ્ટૂડિયોમાં જ મળવા બોલાવ્યા અને…. બીજા દિવસે એક બંધ ક્વ2 બચ્ચનદાદાએ માનસિંહ દીપના હાથમાં મૂક્યું, જેમાં પચાસ હજા2 રૂપિયા હતા.

માનસિંહ દીપ લખે છે, આજના સમયમાં એ પચાસ હજા2નું મૂલ્ય પચ્ચીસ લાખ થાય. કમનસીબી જૂઓ કે, મિસ્ટ2 ફિલ્મવાલાનું 2જીસ્ટ્રેશન ક2ાવના2ાં માનસિંહ દીપે મેગેઝિનના પબ્લિકેશન હાઉસનું નામ અભિષેક પ્રકાશન 2ાખ્યું હતું પણ એ ક્યા2ેય માનસિંહ પબ્લિશ ક2ી શક્યાં જ નહીં. એ પછી પણ તેઓ અનેક વખત બચ્ચનજીને આમને-સામને થયા પણ બચ્ચનજીએ ક્યા2ેય મિસ્ટ2 ફિલ્મવાલા કે આપેલાં પચાસ હજા2 રૂપિયા વિશે પૃચ્છા ન ક2ી, ન આંખોથી કદી દેખાવા પણ દીધું.


Spread the love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here