વાંચો, અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીએ ખોટાં દાવાઓ કરીને લોકોને કેવી રીતે ઉલ્લું બનાવ્યા?!

0
158
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણી વખતે 2015ના પોતાના ચૂંટણી ઢંઢેરાના પોઈન્ટ નં. 21માં 20 નવી કોલેજો બનાવવાનો વાયદો કરેલો હતો.

જે અંગેની માહિતી માંગતી RTI ના જવાબમાં જાણવા મળ્યું છે કે, 2015થી 2020 સુધીમાં દિલ્હીમાં એક પણ નવી કોલેજ બનાવવામાં આવી નથી. મતલબ કે આમ આદમી પાર્ટીએ ચૂંટણી સમયે પોતાના ઢંઢેરોમાં કરેલો વાયદો જરાપણ પાળ્યો નથી. આ અત્યંત ગંભીર બાબત છે કે, દિલ્હીની કેજરીવાલ સરકાર છેલ્લા પાંચ-છ વર્ષમાં એકપણ નવી કોલેજ બનાવી શકી નથી એ પણ દેશની રાજનીતિમાં. આવું એકપણ સરકારના શાસનકાળમાં બન્યું નહીં હોય. આમ આદમી પાર્ટી એટલે જૂઠ અને જાહેરાતની રાજનીતિ પર ટકેલી પાર્ટી એવું RTI માંથી બહાર આવવાનું શરૂ થયું ત્યારે સુજીત પટેલ અને RTI – રાષ્ટ્રવાદી પ્રખર સંગઠન દ્વારા વધુ કેટલીક RTI કરવામાં આવેલી હતી જેમાં કેજરીવાલ સરકારની કેટલીક નિષ્ફળતાઓનો પણ પર્દાફાશ થયો હતો.

 

કેજરીવાલ સરકાર પોતાની શાળાઓ શ્રેષ્ઠ હોવાની સાથે દિલ્હીની સરકારી શાળાઓના પરિણામ પણ શ્રેષ્ઠ આવે છે તેવો ભ્રામક પ્રચાર કરે છે. એક RTIમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી સરકારમાં દિલ્હીની અંદર આવેલી સરકારી શાળાઓનું પરિણામ કેટલું કથળ્યું છે એ બહાર આવ્યું છે. ધોરણ 9માં 2020ના પરિણામ મુજબ 279377 વિદ્યાર્થીઓમાંથી 99205 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા મતલબ દિલ્હીમાં ધોરણ 9માં દર ત્રણ વિદ્યાર્થીએ એક વિદ્યાર્થી નાપાસ થાય છે! દિલ્હીમાં અગાઉની સરકારમાં એસએસસીના વિદ્યાર્થીનું પરિણામ 2011 – 99.09%, 2012 – 99.23%, 2013 – 99.81% અને 2014 – 98.81% આવ્યું હતું. જ્યારે 2015માં કેજરીવાલની આમ આદમી પાર્ટીની સરકાર આવતા દિલ્હીની સરકારી શાળાઓનું પરિણામ 2015 – 95.81%, 2016 – 89.25%, 2017 – 92.44%, 2018 – 68.90% (દિલ્હીના ઈતિહાસનું સૌથી ખરાબ પરિણામ), 2019 – 71.58%, 2020 – 82.61% આવ્યું હતું. જે બાબત દર્શાવે છે કે, અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાની આમ આદમી પાર્ટીની દિલ્હી સરકાર શિક્ષણમાં નાપાસ છે.

કેજરીવાલ – આપ સરકારનાં દિલ્હી એજ્યુકેશન મોડલની પોલ ખોલી નાખતાં છઝઈં એક્ટિવિસ્ટ સુજીત પટેલ અને છઙજ ગ્રુપ

દિલ્હીની કેજરીવાલ – આમ આદમી પાર્ટી સરકારના એજ્યુકેશન મોડેલની પોલ RTI એક્ટીવિસ્ટ સુજીત પટેલ અને તેમના RPS- રાષ્ટ્રવાદી પ્રખર સંગઠને ખોલી નાખી છે. દિલ્હીની કેજરીવાલ સરકાર અને તેના નેતાઓ દેશભરમાં દિલ્હી એજ્યુકેશન મોડેલના જાહેરાતોને આધારે જુઠ્ઠાણાઓ ફેલાવી જનતાને મૂર્ખ બનાવી રહ્યા હતા તેની જાણકારી સુજીત પટેલ અને તેના ગ્રુપને મળતા તેમણે સાહસ દાખવી દિલ્હી સરકાર સામે એક પછી એક કેટલીક RTI કરી દિલ્હીમાં સરકારી શાળાની વિવિધ માહિતી માંગી હતી જેમાં સ્ફોટક ખુલાસાઓ થયા છે. દિલ્હી સરકારે જનતાને કરેલા એકપણ વાયદાઓ તો પાળ્યા નથી પરંતુ અબજો રૂપિયાના ખર્ચે દિલ્હીની સરકારી શાળાઓ અંગે ભારતીયોની આંખમાં ધૂળ નાંખી છે જે RTI માં મળેલી વિવિધ માહિતી પરથી સાબિત થઈ ચૂક્યું છે. દિલ્હીની કેજરીવાલ સરકાર હવે પોતાની પોલ ખુલી જતા આ અંગે શું ખોટી દલીલો રજૂ કરશે એ જોવું રહ્યું પરંતુ દિલ્હીની કેજરીવાલ સરકારના એજ્યુકેશન મોડેલના જૂઠને જનતા સમક્ષ લાવવા માટે RTI એક્ટીવીસ્ટ સુજીત પટેલ અને તેમના RPS- રાષ્ટ્રવાદી પ્રખર સંગઠનને બિરદાવવા જોઈએ.

કેજરીવાલે કોરોનાકાળમાં જાહેરાત પાછળ 293 કરોડ રૂપિયા જેટલી રકમ વાપરી નાંખી !

RPS ગ્રુપ દ્વારાં પોસ્ટ કરાયેલાં કેટલાંક ફેક્ટ । ફિગર્સ, જે સાબિત કરે છે કે છેલ્લાં પાંચ વર્ષમાં દિલ્હીમાં શિક્ષણનું સ્તર સુધર્યું નથી પરંતુ બગડ્યું છે!

દિલ્હીમાં એસએસસી 100% પરિણામ આપતી શાળાઓ વિષે જાણીએ તો 2011 – 326 શાળાઓ, 2012 – 400 શાળાઓ, 2013 – 597 શાળાઓ, 2014 – 418 શાળાઓ 100% પરિણામ આપતી હતી. પરંતુ જ્યારે 2015માં કેજરિવાલ સરકાર દિલ્હીનું શાસન સંભાળે છે ત્યારથી 2015 – 271 શાળાઓ, 2016 – 289 શાળાઓ, 2017 – 282 શાળાઓ, 2018 – 48 શાળાઓ, 2019 – 147 શાળાઓમાં જ 100% પરિણામ આવ્યું છે. અન્ય કેટલાંક આંકડાઓ અને માહિતી તપાસીએ તો કેટલી શાળાઓ છે જેનું પરિણામ 50%થી ઓછું એસએસસી (ઈઇજઊ)માં આવે છે તો 2010થી 2015માં એકપણ શાળા એવી ન હતી કે જેનું પરિણામ એસએસસી (ઈઇજઊ)માં 50%થી ઓછું આવ્યું હોય. પરંતુ 2015માં કેજરીવાલની સરકાર આવ્યા બાદ 2015 – 02 શાળા, 2016 – 19 શાળાઓ, 2017 – 07 શાળાઓ, 2018 – 157 શાળાઓ, 2019 – 73 શાળાઓ, 2020 – 24 શાળાઓ.. મતલબ કે કેજરીવાલની સરકારમાં 100% પરિણામ આપતી શાળાઓની સંખ્યા ઘટી છે અને 50થી ઓછું પરિણામ આપતી શાળાઓની સંખ્યા વધી છે. શું દિલ્હીનું આ એજ્યુકેશન મોડેલ અન્ય રાજ્યોએ અપનાવવા જેવું છે?

હજુ કેટલાંક આંકડાઓ અને માહિતી છે જેના પરથી દિલ્હીની શિક્ષણ વ્યવસ્થા કેજરીવાલ સરકારના આવ્યા બાદ કથળી છે તે સાબિત થાય છે. કેજરીવાલની સરકાર આવી તે પહેલા દિલ્હી સરકારની શાળામાં એસએસસી માં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા 180000 થી 228000 સુધી રહેતી હતી પરંતુ કેજરીવાલની સરકાર આવ્યા બાદ આ સંખ્યા 136000થી 153000 સુધી આવી છે જેનો સીધો અર્થ થાય છે કે વિદ્યાર્થીઓ સરકારી શાળાઓ છોડીને ખાનગી શાળાઓ તરફ વળ્યા છે. જો ખરેખર શિક્ષણ સારું હોય તો જે સંખ્યા 228000 હતી તે સંખ્યા વધીને 250000થી 300000 થવી જોઈએ, વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓ છોડી સરકારી શાળાઓમાં આવવા જોઈએ. પરંતુ અફસોસ આમ આદમી પાર્ટી માત્ર જૂઠ અને જાહેરાત વડે આ સત્ય અને તથ્ય છૂપાવતી રહી અને પાણીની જેમ પ્રજાના પૈસા વહેડાવી ખોટી પ્રસિદ્ધ મેળવતી રહી. અને હવે આ પાપ છાપરે ચઢી પોકારી રહ્યું છે.

અરવિંદ કેજરીવાલ અને તેની આમ આદમી પાર્ટીની કોઈપણ જાહેરાત આખા ભારતના તમામ અખબારોમાં ફુલ પેઈજ પ્રસિદ્ધ થાય છે. તેમણે એવી પણ જાહેરાત કરેલી કે જે વિદ્યાર્થીઓ 80% લાવશે તેમને કેજરીવાલ સરકાર આરએસ.2500ની શિષ્યવૃતિ આપશે. વધુ એક આવા જૂઠ વિશે પણ RTI ના જવાબમાં જાણવા મળ્યું છે કે કુલ 80000 લાયક વિદ્યાર્થીઓ હતા અને તેમાંથી કેજરીવાલ સરકારે એકપણ વિદ્યાર્થીને એકપણ રૂપિયો ચૂકવ્યો નથી અને આ પૈસા ન ચૂકવવાનું કારણ એ આપ્યું છે કે તે તમામ પૈસા કોરોનામાં ખર્ચાઈ ગયા છે પરંતુ આ જ કેજરીવાલ કોરોનાકાળમાં જાહેરાત પાછળ રૂપિયા 293 કરોડ જેટલી અધધધ રકમ વાપરી નાખી છે. ટૂંકમાં અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયાથી લઈ તમામ આમ આદમી પાર્ટીના નેતાઓ કેટલાં જૂઠ્ઠા અને જાહેરાતોના દમ પર અફવાઓ ફેલાવી દિલ્હી એજ્યુકેશન મોડેલના નામ પર વાહવાહી મેળવે છે એ તેમના વિરુદ્ધ કરવામાં આવેલી વિવિધ RTI માં સાબિત થયું છે અને સાથે એ પણ સાબિત થયું છે કે, છેલ્લા પાંચ-છ વર્ષમાં એકપણ મીડિયાએ દિલ્હી એજ્યુકેશન મોડેલની વાસ્તવિકતા તપાસવાના થોડાઘણા પણ પ્રયત્નો કર્યા નથી!500 સરકારી સ્કૂલ બનાવવાનો વાયદો કરનાર ‘આપ’ 50 સ્કૂલ પણ બનાવી શકી નથી!

આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન એવો વાયદો કરવામાં આવ્યો હતો કે, આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હીમાં 500થી વધુ નવી સરકારી સ્કૂલ શરૂ કરવામાં આવશે. પ્રાઈવેટ સ્કૂલોમાં ડોનેશનની સિસ્ટમ બંધ કરવામાં આવશે. પ્રાઈવેટ સ્કૂલોમાં ફી નક્કી કરવાની પ્રક્રિયાને પારદર્શક બનાવાશે વગેરે..વગેરે.. પરંતુ છેલ્લા પાંચથી છ વર્ષોમાં કેજરીવાલની આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં નવી 50 સ્કૂલો પણ બનાવી શકી નથી એવો એક છઝઈંમાં ખુલાસો થયો છે. દિલ્હી એજ્યુકેશન મોડેલના જૂઠ્ઠા બગણા દેશભરમાં ફૂંકનાર આપ નેતાઓ એક છઝઈંમાં ઉઘાડા પડી ગયા છે. આમ આદમી પાર્ટી દ્વારા અબજો રૂપિયાનો ખર્ચ કરી માત્રને માત્ર દિલ્હી એજ્યુકેશન મોડેલનો જૂઠ્ઠો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દિલ્હીનું એજ્યુકેશન મોડેલ તદ્દન નિષ્ફળ અને નકામું છે.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here