ઈઝરાયલે શહેરમાં ડ્રોન થકી આઈસક્રીમ અને બીયરની ડિલિવરી કરી!

0
97
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ઈઝરાયેલે ફરી પોતાની કમાલ બતાવી!

લડાકુ ડ્રોન ટેકનોલોજીમાં ઈઝરાયેલ ખાસુ આગળ છે. હવે ડ્રોનને લાગે વળગે છે ત્યાં સુધી ફરી ઈઝરાયેલે પોતાની કમાલ બતાવી છે. આગામી વર્ષોમાં ચીજ વસ્તુઓની ડ્રોન થકી ડિલિવરી કરવાની વાતો અને યોજનાઓ વચ્ચે ઈઝરાયેલે તેના પર અમલ શરૂ કરી દીધો છે. ઈઝરાયેલના તેલ અવીવ શહેરમાં સોમવારે ડઝનબંધ ડ્રોન દ્વારા આખા શહેરમાં આઈસક્રીમ અને બીયરની ડિલિવરી કરવામાં આવી છે. ઈઝરાયેલે ડ્રોન કંપનીઓની ક્ષમતાઓનો ઉપયોગ કરવા માટે એક રાષ્ટ્રવ્યાપી નેટવર્ક સ્થાપવાનુ નક્કી કર્યુ છે. જેનો ઉદ્દેશ ગ્રાહક સામાનનો ઓર્ડર કરે અને તેને ઓર્ડરની જગ્યાએ ડ્રોન વડે પહોંચાડવાનો છે. આ યોજનાને આઠ તબક્કામાં અમલમાં મુકવાની છે.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here