ચીનની રસી ચાઈનીઝ માલ જેવી!

0
29
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

WHOએ કહ્યું લોકોને ત્રીજો ડોઝ પણ આપવો જોઈએ

ખાસ-ખબર સંવાદદાતા
શું રસીના બે ડોઝ કોરોના વાયરસથી તમારી રક્ષા કરી શકે છે? WHOનું કહેવું છે કે ચીની વેક્સીનના બે ડોઝ લઇ લીધા છે તેમણે કોરોના રસીનો વધુ એક ત્રીજો ડોઝ આપવો જોઇએ. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જણાવ્યું છે કે, 60થી વધુ વર્ષના જે લોકોને ચીનની વેક્સિનના બંને ડોઝ લાગ્યા હોય તેમની માટે ત્રીજો ડોઝ લેવો પણ જરૂરી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની વેક્સિન એડવાઈઝરીએ નબળી ઈમ્યુનિટીવાળા લોકોએ સિનોવેક અને સિનોફાર્મ વેક્સિનના ત્રીજા ડોઝ માટે તૈયાર રહેવું જોઈએ. વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે, નબળી ઈમ્યુનિટીવાળા લોકોનું શરીર ઝડપથી વેક્સિન રિસ્પોન્સ આપતું નથી. આવા લોકોને કોરોનાનું જોખમ વધુ રહે છે, તેથી તેમને એક બુસ્ટર ડોઝ આપવાની જરૂર રહે છે. જોકે સૌપ્રથમ જે-તે દેશે લોકોને વેક્સિનના બંને ડોઝ આપવા પર ભાર આપવો જોઈએ અને સાથે ત્રીજો ડોઝ આપવાની તૈયારી કરવી જોઈએ. અમે સંપૂર્ણ વસ્તીને બૂસ્ટર ડોઝ આપવાની ભલામણ નથી કરી રહ્યાં. સૌપ્રથમ 60 વર્ષથી વધુ વયના લોકોને જ બુસ્ટર ડોઝ આપવો જોઈએ.

ઠઇંઘના રણનીતિક રસીકરણ પર નિષ્ણાતોના સલાહકાર ગ્રૂપે કહ્યું કે મધ્યમ અને ગંભીર રીતે નબળા ઇમ્યુન સિસ્ટમવાળા લોકોને વધુ એક ડોઝ આપવો જોઇએ. આ વ્યક્તિમાં રસી પૂરતા પ્રમાણમાં પ્રતિક્રિયા કરવાની સંભાવના ઓછી અને ગંભીર કોવિડ-19 બીમારીનું જોખમ ખૂબ વધુ હોય છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)નું કહેવું છે કે 60 વર્ષથી વધારે ઉંમરના લોકો જેમને ચીની રસીના બન્ને ડોઝ લાગી ચૂક્યા છે. તેમને કોરોના રસીનો ત્રીજો ડોઝ પણ આપવો જોઈએ. WHOએ રસીની એડવાઈઝરીએ સોમવારે ઈમ્યૂનો કોમ્પ્રોમાઈઝ્ડ એટલે કે નબળી ઈમ્યૂનિટી સિસ્ટમવાળા લોકોને WHO તરફથી પરવાનગી પ્રાપ્ત તમામ રસીનો બૂસ્ટર ડોઝ આપવાની ભલામણ કરી છે.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here