‘ખાસ-ખબર’ અને DCP ઝોન-2નાં કાફલાનું સંયુક્ત ઓપરેશન પાર પડાયું…

0
21
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

દોઢ કિલો ગાંજા સાથે બે શખ્સો પકડાયા!

છેલ્લાં એક-દોઢ મહિનાથી ચાલી રહેલી ‘ખાસ-ખબર’ની નશીલા દ્રવ્યો-જુગાર વિરોધી ઝૂંબેશને કારણે ઉઈઙ મનોહરસિંહ જાડેજાનાં સહયોગથી મળી જબરી સફળતા

છેલ્લાં દોઢેક મહિનાથી ખાસ-ખબર દ્વારા શરૂ થયેલી દારૂ-જુગાર, ગાંજા વિરૂદ્ધની ઝૂંબેશને ગઈકાલે જબરદસ્ત સફળતા મળી છે.

‘ખાસ-ખબર’એ આપેલી બાતમી, સ્ટિંગના વિડીયોનાં આધારે અને ડી.સી.પી. ઝોન-2 મનોહરસિંહ જાડેજાની સૂચનાથી તાલુકા પોલીસ સ્ટેશનનાં પી.આઈ. ધોળા અને તેમનાં સ્ટાફે રેઈડ કરવી પડી હતી. શહેરનાં કાલાવડ રોડ નજીક આવેલાં વૃંદાવન સોસાયટી મેઈન રોડ પર, પ્રદ્યુમન ગ્રીન સિટી સામે આવેલી આવાસ યોજનામાં ‘ખાસ-ખબર’ની ટીમનાં સહયોગથી અને ‘ખાસ-ખબર’ની ટીમની હાજરી વચ્ચે થયેલી આ રેઈડ દરમિયાન સાજીદ ફિરોઝભાઈ દસાડિયા અને અફઝલ કાસમભાઈ શાહમદાર નામનાં 23-23 વર્ષનાં બે યુવાનોને 1614 ગ્રામ (1 કિલો, છસ્સો ગ્રામ) ગાંજા સાથે ઝડપી લીધાં હતાં જ્યારે અન્ય એક શખ્સ પોલીસની નજર સામે જ નાસી ગયો હતો અને બહુ પ્રયત્નો છતાં હાથમાં આવ્યો ન હતો.

ઉલ્લેખનીય છે કે, આ જ ગાંજાની વેપારી ટોળકીનું સ્ટિંગ આજથી એકાદ મહિના પહેલાં કર્યું હતું અને એ સંબંધીત અહેવાલ પણ પ્રકાશિત કર્યો હતો. પરંતુ તેનું પરિણામ કશું જ આવ્યું ન હતું. ‘ખાસ-ખબર’નાં પ્રતિનિધિને એ શખ્સ દરરોજ ત્યાં ધંધો કરતો દેખાતો પરંતુ તાલુકાનાં ઙજઈં ડામોરને એ મળતો જ નહોતો! છેવટે ‘ખાસ-ખબર’ દ્વારા જબરદસ્ત છટકું ગોઠવવાનું આયોજન કરાયું- જેમાં ડી.સી.પી. મનોહરસિંહ જાડેજાનો પૂર્ણ સહયોગ મળ્યો અને તેમણે જ ડફણાં મારી-મારીને તાલુકા પોલીસ સ્ટેશનનાં પી.આઈ. ધોળાને તથા ટીમને હાંકી અને આ રેઈડ કરાવી. ‘ખાસ-ખબર’ પાસે વિડીયો સહિતનાં ઘણાં પુરાવાઓ છે પરંતુ કાયદાનાં રક્ષણ કાજે અમે આ વિડીયો-પુરાવાઓ વાઈરલ કર્યા નથી.
કેવી રીતે થયું ઓપરેશન?

આજથી એકાદ મહિના પહેલાં ‘ખાસ-ખબર’એ જ્યારે આ ગાંજાનાં વેપારીઓનું સ્ટિંગ કર્યું ત્યારે તેનું કશું જ પરિણામ મળ્યું ન હતું. એ પછી ‘ખાસ-ખબર’નાં પ્રતિનિધિએ ગાંજાનાં એ વેપારીનાં સતત સંપર્કમાં રહીને તેનો વિશ્ર્વાસ જીત્યો હતો અને તેની પાસેથી પડીકીને બદલે મોટાં જથ્થાની માંગ કરી હતી. એક કિલો ગાંજાની માંગણીને કારણે વેપારીનાં મોંમાં પાણી આવ્યું હતું અને અઠવાડિયાની જહેમત પછી એ અંતે મોટો જથ્થો આપવા તૈયાર થયો હતો. આ તમામ વિગતો ‘ખાસ-ખબર’એ ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાને સમગ્ર વાત જણાવી હતી. તેમણે પૂર્ણ સહકાર આપવાની ખાતરી આપીને ચક્રો ગતિમાન કર્યા હતાં અને તેમણે રસ લીધો હોવાથી જ આ ઓપરેશન સફળ નિવડ્યું હતું.

કાલાવડ રોડ પર આવેલી હાઈ-ફાઈ કોલેજોનાં વિદ્યાર્થીઓ જ ગાંજાના મુખ્ય ગ્રાહક: ‘ખાસ-ખબર’ની ઝૂંબેશ ચાલુ રહેશે

કાલાવડ રોડ પર વૃંદાવન સોસાયટી નજીક આવાસ યોજનામાં આરોપીઓને પકડતી વખતે સર્જાયા દિલધડક દૃર્શ્યોી

તાલુકા પોલીસની પ્રેસનોટ ગેરમાર્ગે દોરનારી: ઙઈં ધોળાનાં ‘કાળાં-ધોળાં’
તાલુકા પોલીસ સ્ટેશનનાં પી.આઈયશનાં ખરા અધિકારી:DCP મનોહરસિંહ જાડેજા
‘ખાસ-ખબર’નાં પ્રતિનિધિઓએ ગાંજાનાં આ વેપારીઓને પકડાવવા ભારે જહેમત ઉઠાવી છે એ તો ખરું જ. પરંતુ આ પાપિયાઓને પકડવામાં ઝોન-2નાં ઉઈઙ મનોહરસિંહ જાડેજાએ જે રસ દાખવ્યો અને જે ત્વરા દાખવી તે ગજબનાક છે. તેમણે શરૂઆતથી જ આ પ્રકરણમાં રસ લીધો હતો. ખાસ કરીને તેમને વિદ્યાર્થીઓનાં ભવિષ્યની ચિંતા હોવાથી તેમણે વીજળીવેગે કાર્યવાહી આગળ વધારી હતી. ‘ખાસ-ખબર’ની ટીમ સાથે તેઓ સતત સંપર્કમાં રહ્યાં હતાં અને તાલુકા પોલીસની ટીમને પણ અવિરત માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું.

કાલાવડ રોડ પર આવેલી કોલેજોના વિદ્યાર્થીઓ છે મુખ્ય ગ્રાહકો!
કાલાવડ રોડ પર અનેક હાઈ-ફાઈ કોલેજ આવેલી છે, બીજું: વૃંદાવન સોસાયટી અને તેની આસપાસનાં વિસ્તારોમાં અનેક વિદ્યાર્થીઓ ભાડે રહે છે. આ બધાંમાંથી ઘણાં લોકો ગાંજાનાં બંધાણી બની ચૂક્યા છે. આ બધાં બંધાણીઓ જ ગાંજાના આ પકડાયેલાં ધંધાર્થીઓનાં ગ્રાહક છે. આ દૂષણ રાજકોટમાં ભયંકર હદે વ્યાપ્ત છે. વિદ્યાર્થીઓને ગાંજાનાં રવાડે ચડાવતાં ધંધાર્થીની તલાશ ખુદ ઊચ્ચ પોલીસ અધિકારીઓને પણ હતી.

‘ખાસ-ખબર’નાં પ્રતિનિધિઓએ છપ્પનની છાતી દેખાડીને પોતાનાં જીવનાં જોખમે પણ આ નીચ લોકોને પકડાવ્યા છે.
. ધોળાએ આ બનાવ સંદર્ભે જારી કરેલી પ્રેસનોટમાં જણાવ્યું છે કે, તેમનો સ્ટાફ રાઉન્ડમાં હતો ત્યારે શંકાસ્પદ શખ્સોને તપાસતાં ગાંજો મળી આવ્યો હતો. ખરેખર જો તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ એટલો સતર્ક અને પ્રામાણિક હતો તો ધોળાનાં વિસ્તારમાં આવા કાળા ધંધા ચાલતાં જ ન હોત. વાસ્તવિકતા એ છે કે, આ ઓપરેશન પ્રિ-પ્લાન્ડ હતું. ‘ખાસ-ખબર’નાં પ્રતિનિધિએ ગાંજાનાં વેપારી સાથે માલની ડિલીવરીનો સમય નક્કી કર્યા બાદ ડીસીપી જાડેજા સાથે કો-ઓર્ડિનેશન કર્યું હતું અને તેમણે જ તાલુકાની ટીમને દોડાવી હતી. પોલીસ અને ‘ખાસ-ખબર’નાં પ્રતિનિધિ ક્રિસ્ટલ મૉલ નજીક ભેગાં થયા હતાં. પ્લાન મુજબ ‘ખાસ-ખબર’નાં પ્રતિનિધિએ ગાંજાની ડિલીવરી લઈને પૈસા ચૂકવતાં જ ફોર્ચ્યુનર કારમાં દૂર બેઠેલો પોલીસ સ્ટાફ અને રિક્ષામાં આવેલો પોલીસ સ્ટાફ વેપારીઓ પર તૂટી પડ્યો હતો. જેમાં બે શખ્સો ઝડપાઈ ગયા હતા અને એક ભાગી ગયો હતો. જો કે, પોલીસે પ્રેસનોટમાં આ વાતનો ક્યાંય ઉલ્લેખ કર્યો નથી. જે અનેક શંકાઓ સર્જે છે.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here