નેપાળમાં મુસાફરો ભરેલી બસ નદીમાં ખાબકી, 28 લોકોના મોત

0
119
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ખાસ-ખબર સંવાદદાતા
નેપાળના મુગુ જિલ્લામાં મંગળવારે એક બસ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 28 લોકોના મોત થયા અને 16 અન્ય ઇજાગ્રસ્ત થયા છે. પોલીસે જણાવ્યું હતું કે નેપાળગંજથી મુગુ જિલ્લાના મુખ્ય મથક ગમગાધી તરફ આવી રહેલી બસ પિના ઝાયરી નદીમાં પડી હતી. બસમાં મોટાભાગના મુસાફરો દુર્ગા પૂજા નિમિત્તે અલગ અલગ જગ્યાએથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. સુરખેતથી નેપાળના આર્મી હેલિકોપ્ટર બચાવ કાર્ય માટે રવાના થઈ ગયા છે. મુગુ કાઠમંડુથી 650 કિમી ઉત્તર-પશ્ચિમ સ્થિત રારા તળાવ માટે પ્રખ્યાત છે.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here