સાતમું નોરતું એટલે દુષ્ટોનો વિનાશ કરનારા દેવી

0
53
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

નવદુર્ગાનું સાતમું સ્વરૂપ કાલરાત્રી

મા કાલરાત્રીની આરાધનાનો દિવસ 

મા કાલરાત્રીની પૂજા અને આરાધનાથી સાધકના બધા જ પાપો અને વિધ્નોનો નાશ થાય છે

મા કાલરાત્રીની પૂજા અને આરાધનાથી સાધકના બધા જ પાપો અને વિધ્નોનો નાશ થઈ જાય છે. માતાજીના શરીરનો રંગ ઘોર અંધારી રાત્રીની જેમ એકદમ કાળો છે. માથાના વાળ વિખરાયેલા છે. ગળામાં ચમકતી માળા છે, ત્રણ નેત્રો છે, માની નાસિકાથી શ્વાસ અને ઉચ્છવાસથી અગ્નિની ભયંકર જ્વાળાઓ બહાર નીકળે છે. માતાજીનું વાહન ગદર્ભ અર્થાત ગધેડું છે. કાલરાત્રી માતા ચાર ભુજાધારી છે. જમણી બાજુની બે ભુજાઓ પૈકીની ઉપર ઉઠેલી ભુજા વડે માતા વરદાન પ્રદાન કરે છે. જ્યારે નીચે રાખેલો હાથ અભય મુદ્રા દર્શાવે છે. ડાબી તરફ ઉપરવાળા હાથમાં લોખંડનો કાંતો તેમજ નીચે વાળા હાથમાં ખડગ ધારણ કરેલું છે માતાજીના ચાર હાથમાં જમણા હાથે મા વરદાનની મુદ્રા છે તથા આશીર્વાદ માતાજી આપે છે ડાબા હાથમાં લોઢાના કટાળુ છે તથા ઉપલા હાથમાં ખડગ છે એટલે કે કટાર છે. માતાજીનું સ્વરુપ એકદમ ભયાનક છે તો પણ માતાજી ભકતોને શુભફળ આપવાવાળા છે. મા કાલરાત્રી દુષ્ટોનો વિનાશ કરનારા દેવી છે.

આજે નવરાત્રીનો સાતમો દિવસ. આજે નવદુર્ગાના કાલરાત્રી સ્વરૂપનું પૂજન – અર્ચન થાય છે. આ દિવસે સાધકનું મન સહસ્રાર ચક્રમાં સ્થિત હોય છે એટલે બ્રહ્માંડની સમસ્ત સિદ્ધિઓના દ્વાર ખૂલવા માંડે છે. દેવીના આ રૂપના આગમન માત્રથી તમામ રાક્ષસો, ભૂત, પ્રેત, પિશાચ અને નકારાત્મક ઊર્જાઓ પલાયન કરી જાય છે. સાતમાં નોરતે માતાજીએ કાલરાત્રી સ્વરૂપ ધારણ કર્યું હતું. નવરાત્રીનો સાતમા દિવસે મા કાલરાત્રીની પૂજા કરાય છે. માતાનું આ સ્વરુપ રિઘ્ધિ-સિઘ્ધિ પ્રદાન કરે છે. તંત્ર ક્રિયાની સાધના કરવા માટે આજનો દિવસ મહત્વ પૂર્ણ છે. નવરાત્રીની સાતમી એ તંત્ર ક્રિયાની સાધના કરનારા સાધક રાત્રીના સમયે દેવીની તાંત્રિક વિધિથી પૂજા કરે છે. મા કાલરાત્રીનું સ્વરુપ જોવામાં ભયાનક છે. માનવામાં આવે છે કે માનું આ ભયાનક સ્વરુપ માત્ર પાપીઓનો નાશ કરવા માટે છે. પરંતુ પોતાના ભકતો માટે માનું હ્રદય અત્યંત કોમળ છે.

પૌરાણિક કથા પ્રમાણે શુંભ અને નિશુંભ નામના અસુરોનો સંહાર કરવા માટે દેવી પાર્વતીએ કાલરાત્રી સ્વરૂપ ધારણ કરેલું હતું. શનિ ગ્રહનું સંચાલન દેવી કાલરાત્રી દ્વારા કરાય છે. માતાજીના કાલરાત્રી સ્વરૂપની ઉપાસના કરનારને અભય પ્રાપ્ત થાય છે અને તેનુ હંમેશા શુભ થાય છે એટલે માતા કાલરાત્રીને શુભંકરી તરીકે પણ ઓળખવામાં આવે છે. માતાજીની આરાધના કરવાથી દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત, પ્રેત સહિતની કોઈપણ વસ્તુ આપણાથી દૂર ભાગે છે. માતા કાલરાત્રીની ઉપાસના કરવાથી બધી જ પ્રકારની સિઘ્ધિ પ્રાપ્ત થાય છે અને બધા જ પાપો અને વિઘ્નો દૂર થાય છે. માતા કાલરાત્રી દુષ્ટોનો વિનાશ કરે છે. કાલરાત્રી માતાની ઉપાસનાથી ગ્રહબાધા દૂર થાય છે. માતાજીની ઉપાસના કરતા યમ, નિયમ અને સંયમનું પૂર્ણ પાલન કરવું જોઈએ તથા મન, વચન અને કાયાની પવિત્રતા રાખવી જોઈએ.

મા કાલરાત્રી દેખાવમાં ભલે ભયંક હોય, પણ તેઓ હંમેશા શુભ ફળ આપે છે. આથી જ તેમણે શુભાન્કારી માતા તરીકે પણ ઓળખવામાં આવે છે. માતાના ભક્તોએ માતાના વિકરાળ સ્વરૂપથી ડરવાની સહેજે જરૂર નથી. એ સ્વરૂપ માત્ર દુષ્ટ તત્વો માટે છે. એમના આ સ્વરૂપથી દાનવો, ભૂત, પ્રેત પિશાચ, દુષ્ટ તત્વો, નકારાત્મક ઉર્જા વગેરે ભય પામીને પલાયન કરી જાય છે. મા કાલરાત્રી ગ્રહ બાધાઓ પણ દૂર કરે છે. એમના ઉપાસકોને અગ્નિ, જળ, જંતુ, શત્રુ, રાત્રીનો ભય નથી લાગતો. શત્રુ અને વિરોધીઓને નિયંત્રિત કરવા માટે માતા કાલરાત્રીની ઉપાસના અત્યંત શુભ હોય છે. તેમની ઉપાસનાથી ભય, દુર્ઘટના તથા રોગનો નાશ થાય છે. મા કાલરાત્રીની નિરંતર સાધના કરનારો મનુષ્ય ભય મુક્ત બને છે.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here