ભારતે સમગ્ર વિશ્ર્વને ‘અધિકાર અને અહિંસા’નો માર્ગ બતાવ્યો : મોદી

0
50
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

NHRC સ્થાપના દિવસ PM મોદીએ કહ્યું- ભારત માનવાધિકારો પ્રત્યે હંમેશા પ્રતિબદ્ધ રહ્યું

મોદીએ કહ્યું- સમગ્ર વિશ્ર્વ આપણા બાપુને માનવ અધિકારો અને માનવીય મૂલ્યોના પ્રતીક તરીકે જુએ છે

ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (ગઇંછઈ)ના સ્થાપના દિવસના કાર્યક્રમમા સંબોધન કર્યું હતુ. NHRC સ્થાપના દિવસ પર ઙખ મોદીએ કહ્યું કે ભારતે વિશ્વને અહિંસાનો માર્ગ બતાવ્યો છે. મોદીએ કહ્યું કે એવા સમયે જ્યારે સમગ્ર દુનિયા વિશ્વ યુદ્ધની હિંસામાં સળગી રહી હતી, ત્યારે ભારતે સમગ્ર વિશ્વને ’અધિકાર અને અહિંસા’ નો માર્ગ બતાવ્યો. માત્ર દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્ર્વ આપણા બાપુને માનવ અધિકારો અને માનવીય મૂલ્યોના પ્રતીક તરીકે જુએ છે.

PM મોદીએ સંબોધન કરતાં વિપક્ષ પર નિશાન સાધતાં જણાવ્યુ હતુ કે માનવાધિકારનું ખૂબ જ હનન થાય છે જ્યારે તેણે રાજકીય રંગથી જોવામાં આવે છે. રાજકારણના ચશ્મા દ્વારા જોવામાં આવે છે, રાજકીય નફા-નુકશાનના ત્રાજવામા તોલવામાં આવે છે. આ પ્રકારનો વ્યવહાર, લોકશાહી માટે પણ એટલો જ નુકશાનકારક હોય છે. ઙખ મોદીએ કહ્યું હતુ કે હાલના વર્ષોમાં માનવાધિકારની વ્યાખ્યા કેટલાક લોકો પોત-પોતાની રીતે, પોતાના હિતને ધ્યાનમાં રાખીને કરવા લાગ્યા છે. એક જ પ્રકારની કોઈ ઘટનામાં કેટલાક લોકોને માનવાધિકારનું હનન દેખાય છે અને એવી જ અન્ય કોઈ ઘટનામાં એ જ લોકોને માનવાધિકારનું હનન દેખાતું નથી. આ પ્રકારની માનસિકતા પણ માનવાધિકારને ખૂબ મોટું નુકશાન પહોંચાડે છે.

PM મોદીએ વધુમાં કહ્યું કે, આઝાદી માટે આપણું આંદોલન, આપણો ઇતિહાસ ભારત માટે માનવાધિકાર માટે પ્રેરણાનો મોટો સ્ત્રોત છે. આપણે સદીઓ સુધી અધિકારો માટે સંઘર્ષ કર્યો છે. એક રાષ્ટ્ર તરીકે, એક સમાજ તરીકે અન્યાય-અત્યાચારનો પ્રતિકાર કર્યો.

PM મોદીએ કહ્યું કે છેલ્લા દાયકાઓમાં દુનિયા સામે આવી ઘણી તકો સામે આવી છે, જ્યારે વિશ્વ મૂંઝવણમાં છે, ભટક્યું છે. પરંતુ ભારત હંમેશા માનવ અધિકારો માટે પ્રતિબદ્ધ રહ્યું છે, સંવેદનશીલ રહ્યું છે. ઙખ મોદીએ કહ્યું કે આજે દેશ ’સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ ના મૂળ મંત્ર પર ચાલી રહ્યો છે. એક રીતે, આ માનવ અધિકારોને સુનિશ્ચિત કરવાની મૂળભૂત ભાવના છે.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here