સરગમ પરિવારના સભ્યો માટે મુંબઈના નાટક અને હસાયરાનું સુંદર આયોજન

0
65
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ખાસ-ખબર સંવાદદાતા
સરગમ કલબ દ્વારા નવરાત્રીનું પ્રતિક આયોજન થયા બાદ હવે બધા સભ્યો માટે નાટક અને હસાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમોમાં તમામે માસ્ક પહેરીને આવવાનું રહેશે.

સરગમ જેન્ટ્સ કલબ અને આમંત્રિતો માટે પારિવારિક કોમેડી ધરાવતા મુંબઈના પ્રખ્યાત નાટ્ય શો વેવાઈ વિરુદ્ધ વેવાઈનું આયોજન તા.16 /10 /2021 ને શનિવારના રોજ કરવામાં આવ્યું છે. આ નાટય શોનો સમય રાત્રે 8-30 થી 11-30 રહેશે. અને સ્થળ હેમુગઢવી નાટ્યગૃહ રહેશે. કિરણ ભટ્ટ પ્રસ્તુત અને ચિરાગ મહેતા લિખિત આ નાટકમાં અરવિંદ વેકરિયા. અમિતા રાજડા, હિમાંશુ શાહ, શિલ્પા પટેલ, ઉન્નતી ગાલા, પાર્થ પટેલ, દેવાંગ કંકાલ અને હેમંત ઝા અભિનય આપી રહ્યા છે.

સરગમ જેન્ટ્સ ક્લબના સભ્યો અને આમંત્રિતો માટે તારીખ 19/ 10/2021 ને મંગળવારે હસાયરો યોજવામાં આવ્યો છે. આ હસાયરામાં જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવે અને ગુણવંતભાઈ ચુડાસમા હાસ્ય રસ પીરસશે. આ હસાયરાનો સમય રાત્રે 8-30 થી 11 રહેશે અને સ્થળ હેમુગઢવી નાટ્યગૃહ રહેશે. આ કાર્યક્રમમાં સરગમ કલબના દાતાઓ, અધિકારીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.સરગમ સિનીયર સિટીઝન કલબ, સરગમ લેડીઝ કલબ, સરગમ કપલ કલબના સભ્યો માટે નાટ્ય શોનું આયોજન તા. 15 થી 16 દરમિયાન હેમુગઢવી નાટ્યગૃહ ખાતે રાખેલ છે.

 

 


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here