16 વર્ષની છોકરીએ તોડ્યો ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજનો 22 વર્ષ જૂનો રેકોર્ડ

0
450
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ભારતીય મહિલા ક્રિકેટર મિતાલીએ જૂન 1999માં આયર્લેન્ડ સામે 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે સદી ફટકારી હતી.

તે હજુ પણ 38 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહી છે અને ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય મહિલા ખેલાડી છે. પરંતુ થોડા દિવસ પહેલા મિતાલીનો રેકોર્ડ તૂટી ગયો છે. આયર્લેન્ડની એમી હન્ટર પોતાના 16મા જન્મદિવસે ઝિમ્બાબ્વે સામે અણનમ 121 રન ફટકારી વનડે ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બની હતી. તેણે ભારતની મિતાલી રાજનો 1999માં સ્થાપેલો રેકોર્ડ તોડ્યો છે.

બેલફાસ્ટની શાળામાં અભ્યાસ કરતા હન્ટરની આ ચોથી વનડે મેચ છે. તેની 127 બોલની ઇનિંગ્સથી આયર્લેન્ડે ઝિમ્બાબ્વે સામે 85 રનથી જીત નોંધાવી હતી. હન્ટરે મે મહિનામાં સ્કોટલેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું. તે વનડેમાં સદી ફટકારનાર આયર્લેન્ડની ચોથી ખેલાડી છે, જ્યારે વર્ષ 2000 પછીની પ્રથમ મહિલા ખેલાડી બની છે.

મેચની વાત કરીએ તો પહેલા બેટિંગ કરતા આયર્લેન્ડએ નિર્ધારિત ઓવરમાં 3 વિકેટે 312 રન બનાવ્યા હતા. જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ નિર્ધારિત ઓવરમાં 8 વિકેટે માત્ર 227 રન બનાવી શકી હતી. હન્ટરે તેની અણનમ સદીમાં 8 ચોગ્ગા ફટકાર્યા હતા. હન્ટર પ્લેયર ઓફ ધ મેચ રહી હતી. ઝિમ્બાબ્વે તરફથી જોશફિને સૌથી વધુ 66 રન બનાવ્યા હતા. જોકે આયર્લેન્ડના બોલરો સામે ઝિમ્બાબ્વેના બેટ્સમેનો લાચાર દેખાતા હતા.

પુરુષ ક્રિકેટનો રેકોર્ડ આ ખેલાડીના નામે

પાકિસ્તાનના શાહિદ આફ્રિદીના નામે પુરુષોની ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે સદીનો રેકોર્ડ છે. તેણે 1996માં શ્રીલંકા સામે 16 વર્ષ અને 217 દિવસની ઉંમરે 102 રન બનાવ્યા હતા.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here