લર્નિંગ એપ BYJU’S એ શાહરુખ ખાનની તમામ એડ્. અટકાવી દીધી

0
77
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

દીકરાની ડ્રગ્સ કેસમાં ધરપકડનાં છાંટા કિંગખાનને ઉડ્યાં

શાહરુખ ખાનની 378 કરોડની બ્રાન્ડ વેલ્યૂ 

ખાસ-ખબર સંવાદદાતા
એજ્યુકેશન લર્નિગ એપ BYJU’Sએ બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાનની તમામ એડ અટકાવી દીધી છે. પ્રી બુકિંગ હોવા છતાંય એડ રિલીઝ કરવામાં આવી નથી. આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ થયા બાદ શાહરુખ માટે આ મોટો ઝટકો છે. શાહરુખની સ્પોન્સરશિપ ડીલ્સમાંથી BYJU’S જ સૌથી મોટી બ્રાન્ડ હતી.

ઉલ્લેખનીય છે કે આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ થતાં જ સો.મીડિયા યુઝર્સે BYJU’S ને શાહરુખના બ્રાન્ડ એમ્બેસેડર સામે સવાલ કર્યો હતો.

યુઝર્સે સવાલ કર્યો હતો કે જે પોતાના દીકરાને સાચવી નથી શકતો તે બીજાના બાળકને શું સાચવવાનો. સો.મીડિયામાં વિવાદ થતાં શાહરુખ ખાનની એડ હાલ પૂરતી અટકાવવી દેવામાં આવી છે.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here