શ્રી કુષ્માંડાની આરાધનાનો દિવસ

0
8
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ચોથું નોરતું એટલે રોગ અને શોકનો નાશ કરી બળ અને આયુષ્ય પ્રદાન કરનારી

આજે માનું ચોથું નોરતું પણ છે. આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કુષ્માંડા. પોતાના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. કુષ્માંડા દેવીના પૂજનથી અનાહત ચક્ર જાગૃતિની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. શ્રી કુષ્માંડાની ઉપાસના કરવાથી બધા જ રોગો અને કષ્ટો નાશ પામે છે. માની ભક્તિથી આયુષ્ય, બળ અને આરોગ્યની વૃધ્ધી થાય છે. કુષ્માંડા પૃથ્વી પર વનસ્પતિની સંપત્તિ સાથે સંકળાયેલ છે અને તેથી, તે દિવસનો રંગ લીલો છે. કુષ્માંડાને આઠ હાથ હોવાનું દર્શાવવામાં આવ્યું છે અને તે વાઘ પર બેસે છે. માં કુષ્માંડાની કૃપાથી અલૌકિક વસ્તુઓના દર્શન થાય છે. દિવ્ય સુગંધોનો અનુભવ થાય છે. અને વિવિધ પ્રકારની દિવ્ય ધ્વનિઓ સાંભળવા મળે છે. માનુ આ રૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે.

માં કુષ્માંડાની કૃપાથી સાધકના તમામ પાપ અને મુશ્કેલીઓ દૂર થાય છે. તેમની આરાધના ફળદાયી છે. મા ભક્તોના કષ્ટનું નિવારણ તરત જ કરી દે છે. તેમની ઉપાસના કરનાર સિંહની જેમ પરાક્રમી અને નિર્ભયી થઈ જાય છે. તેમના ઘંટની ધ્વનિ હંમેશા પોતાના ભક્તોની પ્રેતબાધાથી રક્ષા કરે છે. તેમનું ધ્યાન કરતાં જ શરણે આવેલાની રક્ષા કરવા, આ ઘંટનો ધ્વનિ રણકી ઉઠે છે. માનું રૂપ અત્યંત મધુર, અને શાંતિથી પરિપૂર્ણ રહે છે. તેમની આરાધના કરવાથી વીરતા-નિર્ભયતાની સાથે જ સૌમ્યતા અને વિનમ્રતાનો વિકાસ થઈ મોઢું, આંખો અને સંપૂર્ણ શરીરમાં કાંતિ-ગુણની વૃધ્ધિ થાય છે. અવાજમાં દિવ્ય, અલૌકિક માધુર્યનો સમાવેશ થઈ જાય છે. પૌરાણિક કથા અનુસાર જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહતું ત્યારે આ જ દેવીઓ બ્રહ્માંડની રચના કરી હોવાનું માનવામાં આવે છે. આ જ કારણોસર કુષ્માંડા માતાને સૃષ્ટિની આદિસ્વરૂપા અને આદિશક્તિ તરીકે ઓળખવામાં આવે છે.

મા દુર્ગાએ અસુરાના સંહાર માટે પણ કુષ્માંડા દેવીનું રૂપ ધારણ કર્યું હતું. માતા કુષ્માંડા વિષે વિશિષ્ટ બાબત એ છે કે એ સૂર્યલોકમાં વાસ કરે છે. આ પ્રકારની ક્ષમતા બીજા કોઈ દેવદેવીઓમાં નથી. આ કારણોસર મા કુષ્માંડાને તેજની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. સંસારના સહુ જીવમા રહેલું તેજનું તત્વ મા કુષ્માંડાને આભારી છે. દુર્ગામાતાનું ચોથું સ્વરૂપ એટલે કુષ્માંડા માતા મા કુષ્માંડાના ચહેરા પર મંદમંદ સ્મિત હોય છે. કુષ્માંડા માતાને આઠ હાથ (ભુજાઓ) છે. આથી તે અષ્ટભુજા દેવી તરીકે પણ જાણીતા છે. આ ભુજાઓમાં તેમણે અનુક્રમે કમંડળ, ધનુષ, બાણ, કમળ, અમૃતમય કળશ, ચક્ર અને ગદા ધારણ કરેલાં છે. માતાના આઠમા હાથમાં સિદ્ધિ અને સમૃદ્ધિ આપનારી જાપમાળા છે. માતાજી વાઘ પર બિરાજમાન છે. કેટલીક જગ્યાએ પોતાની માન્યતા મુજબ લોકોએ માતાજીના વાહન તરીકે સિંહની ગણના કરી છે. ચતુર્થ દિને તેમનું પૂજન – અર્ચન અને સાધના કરવામાં આવે છે.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here