લગ્નની જેમ જ ચોંકાવનારી છે યામી ગૌતમ-આદિત્ય ધરની લવ સ્ટોરી, જાણો કોણે કર્યુ હતુ પ્રપોઝ

0
267
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી યામી ગૌતમ અને ફિલ્મ ઉરીના ડાયરેક્ટર આદિત્ય ધરે 4 જૂન, 2021ના રોજ લગ્ન કરીને સૌને ચોંકાવી દીધા હતા. પરિવારના અમુક લોકોની હાજરીમાં યામી ગૌતમ અને આદિત્ય ધરે હિમાચલ પ્રદેશમાં એક અંગત સમારંભમાં લગ્ન કર્યા હતા. લગ્નની જેમ યામી ગૌતમ અને આદિત્ય ધરની લવ સ્ટોરી પણ ચોંકાવનારી છે. લગ્નના થોડા મહિના બાદ યામી ગૌતમે પોતાની લવ સ્ટોરી વિશે વાત કરી છે. હાલમાં જ પોતાની અપકમિંગ ફિલ્મ ભૂત પોલિસના સહ-કલાકારો સૈફ અલી ખાન અને જેકલીન ફર્નાન્ડિસ સાથે યામી ગૌત કપિલ શર્મા શોમાં દેખાઈ હતી. આ શોમાં યામીએ પોતાના લગ્ન અને લવ સ્ટોરી વિશે વાત કરી.

કોઈએ પ્રપોઝ નથી કર્યુ.. બસ એમ જ લગ્ન થઈ ગયા

અભિનેતા કૃષ્ણા અભિષેકે પોતાની ભૂમિકા સપનાના ગેટઅપમાં યામી ગૌતમને પૂછ્યુ, ‘લગ્ન મૈાટે કોણે પહેલા પ્રપોઝ કર્યુ’, જેનો જવાબ આપીને યામી ગૌતમ કહે છે, ‘કોઈએ કોઈને પ્રપોઝ નથી કર્યુ, બસ એમ જ અમારા લગ્ન થઈ ગયા.’ યામી ગૌતમનો આ જવાબ સાંભળીને સૌ કોઈ ચોંકી ગયા છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ લખ્યુ છે કે જેવી રીતે યામીએ લગ્ન કરીને અચાનક સૌને ચોંકાવી દીધા હતા. તેવી જ રીતે આ વાત જાણીને પણ લોકો ચોંકી ગયા છે કે લગ્ન માટે આદિત્ય કે યામીએ કોઈએ કોઈને પ્રપોઝ નથી કર્યુ.

શું ફિલ્મના સેટથી શરૂ થઈ યામી અને આદિત્યની લવ સ્ટોરી

કપિલ શર્મા શોમાં યામી ગૌતમે કહ્યુ કે તેમના લગ્નમાં માત્ર 20 લોકો જ શામેલ થયા હતા. કપિલ શર્માએ યામીને ચિડાવીને પૂછ્યુ, ‘શું તેમની પ્રેમ કહાની ફિલ્મના સેટ પર શરૂ થઈ હતી.’ યામીએ હસસીને કપિલના આ સવાલનો જવાબ ટાળી દીધો અને તેનો જવાબ ન આપ્યો. યામી ગૌતમે પોતાના લગ્ન વિશે વાત કરીને કહ્યુ કે તેના અને આદિત્યના લગ્નમાં માત્ર 20 લોકો આવ્યા હતા. તેણે કહ્યુ કે તેના નાની જે આયોજન સ્થળથી માત્ર 40 કિમી દૂર હતા તે પણ લગ્નમાં શામેલ નહોતા થયા કારણકે તે કોરોના માટે કોઈ જોખમ ઉઠાવવા નહોતા માંગતા.

યામીએ જણાવ્યુ કે કેવી રીતે તે આદિત્યને પ્રેમ કરવા લાગી

એક ઈન્ટરવ્યુમાં યામીએ કહ્યુ હતુ કે, ‘આદિત્યને હું પહેલી વાર ફિલ્મ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈકના સેટ પર મળી. ફિલ્મના પ્રમોશન દરમિયાન મારા અને આદિત્ય વચ્ચે દોસ્તી શરૂ થઈ. થોડી મુલાકાતોમાં જ મને લાગ્યુ હતુ કે હું અને આદિત્ય ઘણી હદ સુધી એક જેવા જ છીએ. આ એક એવી વસ્તુ છે જેના વિશે તમે જણાવી નથી શકતા. તેને શબ્દોમાં વર્ણવવુ મુશ્કેલ છે. તમે બસ તેને સમજી શકો છો. જ્યારે તમે કોઈને જાણવા લાગો છો, તેના વિચારો અને વેલ્યુ સિસ્ટમને સમજવા લાગો છો, તો તમને સમજાય છે કે તમારામાં શું સમાનતા કે સામાન્ય વસ્તુઓ છે.’


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here