રાજકોટના વૈદ્યરાજ જયેશ પરમારની ગુજરાતના આયુષના ડાયરેક્ટર તરીકે નિમણુંક

0
499
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ડો. જયેશ એમ. પરમાર ખૂબ અનુભવી ડોક્ટર છે. તેઓ ૨૦૦૩માં રાજકોટ ખાતે જૂની આયુર્વેદ હોસ્પિટલ કરણપરા ખાતે નિમણૂક પામ્યા હતા.

જૂની આયુર્વેદ હોસ્પિટલમાંથી યુનિ.રોડ ખાતે નવી આધુનિક ૫૦ બેડની હોસ્પીટલ કે જેમાં સંપૂર્ણ પંચકર્મ સારવાર ઉપલબ્ધ છે તેમાં નિમણૂક પામ્યા હતા. આ હોસ્પિટલમાં વમન, વિરેચત, બસ્તિ, શિરોધારા, શિરોબસ્તિ, શિરોવિરેચન, ચક્ષુતર્પણ, જાનુબસ્તિ, કટીબસ્તિ, અભ્યંગ – નાડી સ્વેદ, ષષ્ઠી શાલિપિંડ સ્વેદ, પત્રપિંડ, સ્વેદ, લેપ વગેરે ચિકિત્સાઓ દ્વારા લોકો વધુને વધુ લાભ લે છે. આ હોસ્પિટલ સરકારી હોસ્પિટલ તરીકે ન ઓળખાતા ડો. પરમારની હોસ્પીટલ તરીકે લોકોમાં લોકચાહના પામેલી.

ડો. જયેશ પરમારે સરકારી આયુર્વેદ હોસ્પિટલને જુદી-જુદી સહયોગી સંસ્થાઓની સાથે જોડીને વિવિધ સ્થળોએ કેમ્પો-કાર્યક્રમો કર્યા છે. ટેલીવિઝન કાર્યક્રમ-દુરદર્શન તથા આકાશવાણી પર કાર્યક્રમો પણ આપ્યા છે. આ હોસ્પિટલને આમવાત, સંધિવાત, સાયટીકા, મણકાના રોગો, સોરીયાસીસ જેવા ચામડીના રોગો તથા બાળકો-સ્ત્રીરોગને લગતા વિવિધ રોગો તથા પેટના રોગોની, ડાયાબીટીસની સંપુર્ણ અને સચોટ સારવાર આપતી સરકારી આયુર્વેદ હોસ્પિટલ તરીકે ડો. જયેશ એમ. પરમારે પ્રસિધ્ધ કરી છે.

ડો. જયેશ પરમારે વર્ષ ૨૦૧૪ આરોગ્ય મેળામાં (કેન્દ્ર સરકાર) અંદાજે ૮૦-૧૦૦ જેટલી વનસ્પતિઓનું જીવંત પ્રદર્શન કરી લોકોને ઘર આંગણાની ઔષધિ તથા સ્વાસ્થ્ય માટેની વનૌષધિનું માર્ગદર્શન આપ્યુ હતું. આ ઉપરાંત તેમણે સમયાંતરે જુદા જુદા વિસ્તારમાં જઈને આયુર્વેદના પ્રચાર અને પ્રસાર અર્થે સર્વરોગ નિદાન કેમ્પો, વનૌષધિના પ્રદર્શનો, રસોડાના ઔષધોના પ્રદર્શન, પંચકર્મ સારવાર અંગે લોકભોગ્ય ભાષામાં જાણકારી માટેના વિવિધ પ્રદર્શનો યોજાયા છે.

વિવિધ જગ્યાએ તથા વિવિધ સમયે વ્યાખ્યાનોએ વડે સરદાર પટેલ સંસ્થા હોય કે આલાપ સેન્ચ્યુરી જેવી સોસાયટી કે બેંકો હોય… ઉત્સાહભેર લોકોનું સ્વાસ્થ્ય ટકી રહી અને લોકો સ્વસ્થ રહી દીર્ઘાયુષી બને તેવો પ્રયત્ન કર્યો છે. અવારનવાર ટીવી પ્રસારણો માટે જીવંત આરોગ્ય પ્રશ્નોત્તરી કાર્યક્રમો તથા વિવિધ પ્રકારના સ્વાસ્થ્ય કાર્યક્રમમાં લોકોને રસ પડે તેવી શૈલીમાં આયુર્વેદનો પ્રચાર થાય તેવુ કાર્ય કર્યુ અને વધુને વધુ લોકો આયુર્વેદમાં રસ લેતા થાય તેવો સંનિષ્ઠ પરીણામલક્ષી પ્રચાર કર્યો છે. જ્યારે જ્યારે ચિકનગુનિયા, ડેન્ગ્યુ, સ્વાઈન ફલુ, કોરોના જેવા રોગો વધુ પ્રમાણમાં ફેલાયા ત્યારે ડો. પરમારે સરકારી હોસ્પિટલના માધ્યમથી હજારો લોકોને તૈયાર ઉકાળો પીવડાવ્યા છે.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here