ટીવીની આ ફેમસ જોડી આવશે Bigg Boss 15, મળી કરોડો રૂપિયાની ઓફર, આંકડો જાણીને દંગ રહી જશો

0
357
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

યે રિશ્તા ફેમ સ્ટાર્સની પોપ્યુલારિટીને જોતા મેકર્સ તેમને શોનો ભાગ બનાવવા ઈચ્છે છે

બિગબોસ 15નો ભાગ બની શકે છે આ સ્ટાર
યે રિશ્તા ફેમ એક્ટર્સને થઈ ઓફર
જાણો કેટલા કરોડની થઈ ઓફર
બિગ બોસ 15 ટૂંક સમયમાં જ શરૂ થશે. સોશિયલ મીડિયા પર શોનો પ્રોમો રિલીઝ કરી દેવામાં આવ્યો છે. સલમાન ખાનના શોમાં કયા કયા સેલેબ્સ આવશે તે જાણવાની એક્સાઈટમેન્ટ ફેન્સની વચ્ચે વધી ગઈ છે. ખરબ છે કે ટીવીની મોસ્ટ પોપ્યુલર જોડી શિવાંગી જોશી અને મોહસિન ખાનને બિગ બોસ 15 માટે એપ્રોચ કરવામાં આવ્યા છે.

બિગ બોસ 15નો ભાગ બનશે શિવાંગી જોશી અને મોહસિન ખાન
એક રિપોર્ટ અનુસાર શિવાંગી અને મોહસિન ખાન ટીવીના મોસ્ટ પોપ્યુલર ફેસ છે. તેમની તગડી ફેન ફોલોઈંગ પણ છે. તેમની પોપ્યુલારિટીને જોતા મેકર્સ તેમને શોમાં લાવવા માટે મથી રહ્યા છે. સૂત્રોની માનીએ તો મોહસિન-શિવાંગીને બિગ બોસ 15નો ભાગ બનવા માટે મેકર્સે 4 કરોડ રૂપિયાની ઓફર કરી છે. બન્નેની તરફથી હજુ વાતચીતનો સિલસિલો ચાલી રહ્યો છે. હાલ હજુ કંઈ ફાઈનલ નથી થયું. કારણ કે હાલ મોહસિન અને શિંવાંગીને યે રિશ્તા ક્યા કહેલાતા હૈનું શૂટ કમ્પ્લેટ કરવાનું છે.

શો માટે ફાઈનલ થયા કન્ટેસ્ટન્ટ્સને આવતા અઠવાડિયે છેલ્લી વખત ક્વારનટીનમાં રહેવા માટે મોકલી દેવામાં આવશે. જો સલમાન ખાનના શોમાં મોહસિન અને શિવાંગી આવે છે તો તેનાથી બિગ બોસને ખૂબ ફાયદો થવાનો છે. મોહસિન-શિવાંગીના આવવાથી શોની પોપ્યુલારિટી અને ગ્રાફને ચારચાંદ લાગી જશે.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here