રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “વન ડે ટુ વોર્ડ” સફાઈ ઝુંબેશનો પ્રારંભ

0
18
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓના હિતમાં અનેક યોજનાઓ મુકેલ છે. સમગ્ર દેશમાં દેશવાસીઓને સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા આવે તે માટે “સ્વચ્છ ભારત મિશન” અભિયાન શરૂ કરેલ છે. આજ તા.૧૭/૦૯/૨૦૨૧ના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “વન ડે ટુ વોર્ડ” સફાઈ ઝુંબેશનો આયોજન કરાયેલ. જેના અનુસંધાને આજ તા.૧૮/૦૯/૨૦૨૧ના રોજ વોર્ડ નં.૦૪ અને ૦૮માં સફાઈ ઝુંબેશ હાથ ધરાયો.

વોર્ડ નં.૦૮માં મેયર ડૉ.પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ પાંભર, વોર્ડ નં.૦૮ના કોર્પોરેટર ડૉ.દર્શનાબેન પંડ્યા, પ્રીતિબેન દોશી, બિપીનભાઈ બેરા, શહેર મંત્રી રઘુભાઈ ધોળકિયા, વોર્ડ નં.૦૮ના પ્રભારી નીતિનભાઈ ભૂત, પ્રમુખ તેજસભાઈ જોશી, મહામંત્રી કાથડભાઈ ડાંગર, જયસુખભાઈ મારવિયા, તેમજ વિસ્તારના અગ્રણી મયુરભાઈ પાંભર, જયેન્દ્રસિંહ સરવૈયા, રાજુભાઈ દેધાણીયા, રાજકોટ શહેર મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માંકડિયા, અલ્કાબેન કામદાર, મીનાબેન વજીર, શોભનાબેન સોલંકી, રાજુલબેન ચૌહાણ, વોર્ડ નં.૦૪માં ડે.મેયર ડૉ.દર્શિતાબેન, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર કંકુબેન ઉધરેજા, નયનાબેન પેઢડીયા, કાળુભાઈ કુગસીયા, પરેશભાઈ પીપળીયા, વોર્ડ નં.૦૪ના પ્રભારી દીપકભાઈ પનારા, પ્રમુખ સી.ટી.પટેલ, મહામંત્રી દિનેશભાઈ ચૌહાણ, કાનાભાઈ ઉધરેજા, અશોકભાઈ લુણાગરીયા, મોન્ટુભાઈ, જીલુભાઈ ગલચર, અમિતભાઈ, રાજુભાઈ મકવાણા, નરેશભાઈ ચૌહાણ, ઠાકરશીભાઈ અકબરી, દિનેશભાઈ મઠીયા, મહિલા મોરચાના સોનલબેન ચોવટીયા, મહિલા મોરચના વોર્ડ પ્રમુખ રાજેશ્રીબેન માલવિયા, તથા સ્થાનિક આગેવાનો તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહેલ.

આ ઝુંબેશ અંતર્ગત ૮૫ ટન જેટલો કચરાનો નિકાલ કરવામાં આવ્યો. તેમજ મેલેરીયા વિભાગ દ્વારા ફોગીંગ, દવા છંટકાવ વિગેરે કામગીરી પણ સાથોસાથ શરૂ કરાયેલ.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here