રાજકોટ જિલ્લામાં ૭૮૦ સ્થળોએ કોરોના વેકસિનેશન મહાઅભિયાન

0
21
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

સરધાર વેકસીનેશન સેન્ટરમાં લોકોએ જિલ્લા વહિવટીતંત્રની કામગીરી આવકારી 

રાજકોટ – પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને રાજકોટ જિલ્લામાં જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ૭૮૦ સ્થળોએ કોરોના વેકસીનેશન મહાઅભિયાન યોજાયું હતું. જેમાં ૩૦૦૦ થી વધુ કર્મચારીઓએ કર્મયોગ કરી વ્યાપક કામગીરી થકી કોરોનાની સંભવિત ત્રીજી લહેરને અટકાવવાના મિશનરૂપે કામગીરી કરી હતી.

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વેકસીનેશનની કામગીરીને આવકારવામાં આવી હતી. સરધાર ગામે આરોગ્ય તંત્રના કેમ્પમાં બાકી રહી ગયેલા લોકોને સમજાવી જાગૃત કરી વેકસીનેશન કરાવવામાં આવ્યું હતું.આ ઉપરાંત બીજા ડેાઝ લેવાનો બાકી હોય તેવા લોકોએ પણ વેકસિનેશન કરાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં ૧૪૨ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ કરવામાં આવ્યું છે. આજે જિલ્લાના ૨૦ કાર્યક્રમોમાં આ ગામોના સરપંચોનું સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

 


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here