શ્રી સર્વેશ્વર ગણપતિ મહોત્સવમાં આજે અન્ન્કોટના દર્શન અને વેક્સીનેશન કેમ્પ

0
32
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

સૌરાષ્ટ્ર ગુજરાતમાં જાણીતું નામ અને રાજકોટના સર્વે દર્શનાર્થીઓ જેમના દર્શન કરવા આતુર હોય તેવા સર્વેશ્વર ગ્રુપ દ્વારા આ વર્ષે ભવ્ય સર્વેશ્વર ગણપતિ મહોત્સવ – સર્વેશ્વરચોક, યાજ્ઞિકરોડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. 

દુંદાળા દેવની ભક્તિ અને આસ્થાપર્વનું આ ગણપતિ મહોત્સવમાં આજે આઠમાં દિવસે આમંત્રિત મહેમાનોની સાથે મહાઆરતી કરવામાં આવેલ. દુંદાળા દેવને અલભ્ય ફૂલોનો શણગાર રોજબરોજ કરવામાં આવે છે. આ ઔલોકિક શણગાર સાથે મહારાજ દ્વારા ધૂપ અને દીપની આરતી શરણાઈના શુર સાથે શરુ કરવામાં આવે છે. કોવિદ -૧૯ ગાઈડલાઈનની સંપૂર્ણ શિસ્ત સાથે આરક્ષિત વિશાળ સુશોભિત પરિસરમાં વિશાળ આયોજન કરવામાં આવ્યું છે.

ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચાર સાથે દરરોજ સવાર / સાંજ / અને ૧૧-૩૦ કલાકે શયન આરતી કરવામાં આવે છે. ત્યારબાદ દર્શન બંધ કરવામાં આવે છે. આ ગણપતિ મહોત્સવમાં દરેક ભાવિકોને માસ્ક પહેરીનેજ પંડાલમાં પ્રવેશ આપવામાં આવે છે. આયોજકો દ્વારા માસ્કની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે.

આજે શુક્રવારના રોજ દુંદાળા દેવ સર્વેશ્વર ચોકના ચરણોમાં અન્નકોટના દર્શન રાખવામાં આવેલ છે. જે સાંજે ૫-૩૦ થી દર્શન ખુલ્લા મુકવામાં આવશે જે સર્વે ભાવિકો આ ભવ્ય દર્શનનો લાભ લે તેવી સર્વેશ્વર ચોક ગણપતિ મહોત્સવના સર્વે આયોજક કમિટી અનુરોધ કરે છે.

કેતનભાઈ જણાવે છે કે રોજબરોજ ભક્તિ સંગીતની સુરાવલી સાથે ઔલોકિક માહોલ સર્વેશ્વર ચોક ખાતે ઉભો કરવામાં આવ્યો છે. પ્રસાદ ઘર તેમજ બુટ ચંપલ માટે પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે. દરેક દર્શનાર્થી શિસ્તબદ્ધ રીતે દર્શનનો લાભ લઇ શકે તે માટે બેડીગેટની સુંદર વ્યવસ્થા રાખેલ છે.

આજની મહાઆરતીમાં હિતેશભાઈ બગડાઈ, બિલ્ડર જેનીશભાઈ અજમેરા, બિલ્ડર રજનીભાઈ શાહ બિલ્ડર ઉપસ્થિત રહી મહાઆરતીમાં સહ્ભાગી થયા હતા.

તમામ દર્શનાર્થીઓને વિનંતી કે માસ્ક પહેરી કોવિડ-૧૯ ની ગાઈડલાઈનનું પાલન કરી દર્શન / મહાઆરતી નો લાભ લે તેવી સર્વેશ્વર ગ્રુપ દ્વારા સર્વે ભાવિકોને અપીલ કરવામાં આવે છે. આજે યોજાયેલ વેક્શીનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પણ સહભાગી બને તેવી વિનંતી. સર્વે લોકોએ આધાર કાર્ડ સાથે રાખવાનું રહેશે. આ વેક્શીનેશન કેમ્પ સાંજે ૬-૦૦ થી ૧૦-૦૦ સર્વેશ્વર ગણપતિ મહોત્સવના પંડાલમાં રાખવામાં આવેલ છે. આ ગ્રુપ દ્વારા રોજબરોજ ધાર્મિક તેમજ સેવાકીય પ્રવૃતિઓ પણ કરવામાં આવનાર છે અને આ દુંદાળા ગણપતિના દર્શનનો સોશિયલ મીડિયા ફેશબુકમાં લાઈવ સાંજે ૭-૦૦ થી ૧૧-૦૦ વાગે રાખવામાં આવશે.

આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સર્વેશ્વર સાર્વજનિક ગણપતિ મહોત્સવના સર્વે કમિટી મેમ્બર કેતનભાઈ સાપરિયા, જતિનભાઈ માનસતા, અલાઉદ્દીનભાઈ કારિયાણીયા, વિપુલભાઈ ગોહેલ, હિમાંશુભાઈ કોટેચા, મુકેશભાઈ બારોટ, જીતુભાઈ ભરવાડ, નંદાભાઈ મેવાડા, નવનીતભાઈ પટેલ, અમિતભાઈ ચાવડા, યોગેશભાઈ સંપટ, તુષારભાઈ ભોરણીયા, રાજદીપસિંહ જાડેજા, અમિતભાઈ રાજ્યગુરુ, વિપુલભાઈ ઠક્કર, દિલીપસિંહ જાડેજા, દર્શનભાઈ મહેતા, ટીકુભાઈ બારડ, રોહિતભાઈ સીધ્ધપરા, રાકેશભાઈ શાહ, રાજેશભાઈ મજેઠીયા, હેમેન્દ્રભાઈ વાઢેર સાથે ૫૦ અન્ય કમિટી મેમ્બર આ આયોજનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.

ઉપરોક્ત સમગ્ર આયોજનમાં દેવાંગભાઈ માંકડનું માર્ગદર્શન પણ મળી રહ્યું છે.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here