રાત્રી કરફ્યુ લંબાવવામાં આવ્યો: 8 મહાનગરમાં રાત્રે 11 થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે

0
175
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

 • રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લંબાવાયો
 • 25 સપ્ટેમ્બર સુધી રાત્રિ કર્ફ્યું લંબાવાયો
 • રાત્રે 11 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ
 • અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં રાત્રિ કર્ફ્યુ
 • ભાવનગર, જુનાગઢ,ભાવનગર,ગાંધીનગરમાં રાત્રિ કર્ફ્યુ 

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોરોના વાયરસનાં કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યમાં કોરોનાનાં દૈનિક કેસનો આંક છેલ્લા ઘણા સમયથી 2 ડિઝિટમાં આવી રહ્યા છે. જો કે આ રાહતનાં સમાચાર તો છે જ પણ રાજ્યની સરકાર કોઇ જોખમ લેવા માંગતી નથી અને આ જ કારણ છે કે રાજ્યનાં 8 મહાનગોરમાં રાત્રિ કર્ફ્યુંનો સમય યથાવત રાખ્યો છે.

આપને જણાવી દઇએ કે, ગુજરાતનાં 8 મહાનગરો, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, જામનગર, ભાવનગર અને જૂનાગઠમાં 25 સપ્ટેમ્બર સુધી રાત્રી કર્ફ્યૂ અમલમાં રહેશે. જેમાં રાત્રે 11 વાગેથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ અમલી રહેશે. જણાવી દઇએ કે, ગુજરાતમાં કોરોનાનાં દૈનિક કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં 12 નવા કેસ નોંધાયા છે જ્યારે સળંગ 10માં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. જે રાજ્ય માટે એક સુખદ સમાચાર કહી શકાય છે.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here