તાલિબાનને માન્યતા નહિ આપીએ: ફ્રાન્સ

0
72
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

તાલિબાને કટ્ટરતા-હિંસા છોડી નથી, દાવાઓ પોકળ સાબિત થયા

ખાસ-ખબર સંવાદદાતા
તાલિબાનોએ હિંસા રોકવાના અને ઉદારવાદી નીતિ દાખવવાના જે દાવા કર્યા હતા એ પોકળ સાબિત થયા હતા એટલે અમે તાલિબાનની સરકારને માન્યતા આપવા અંગે વિચારવાના નથી. આ નિવેદન ફ્રાન્સના વિદેશ મંત્રીએ આપ્યું હતું. ફ્રાન્સે કહ્યું હતું કે તાલિબાનો હજુય હિંસા આચરી રહ્યાં છે.

ફ્રાન્સના વિદેશ મંત્રી જીન યવેસ લી ડ્રિયને કહ્યું હતું કે તાલિબાનો જૂઠા છે. હિંસા રોકવાના જે દાવા કર્યા હતા એ પોકળ સાબિત થયા છે. તાલિબાનની સરકાર સાથે ફ્રાન્સ કોઈ જ સંબંધ રાખશે નહીં. કતાર માટે જવા નીકળેલા ફ્રાન્સના વિદેશ મંત્રીએ આ નિવેદન આપીને તાલિબાનોને અરીસો બતાવ્યો હતો.

યુએનના માનવ અધિકાર પંચના વડાએ કહ્યું હતું કે તાલિબાનો બદલો લઈ રહ્યા છે. જે સૈનિકો, અધિકારીઓ અને નેતાઓ અગાઉની અફઘાનિસ્તાન સરકારમાં કાર્યરત હતા તેમને જાનથી મારી નાખવાની ધમકી વારંવાર મળતી હોવાની વ્યાપક ફરિયાદો મળી રહી છે. અમેરિકા સાથે કાર્યરત અફઘાનિસ્તાનના નાગરિકોને નિશાન બનાવીને તાલિબાનો હિંસા આચરી રહ્યા છે. દરમિયાન યુએનના વડા એન્ટોનિયો ગ્યુટેરેસે વિશ્વના દેશોને અફઘાનિસ્તાનના પીડિતો માટે ફંડની અપીલ કરી હતી.

ચીને અમેરિકા સહિતના દેશોને અપીલ કરી

ચીને અમેરિકા સહિતના દેશોને અપીલ કરી હતી કે અફઘાન કટોકટી ટાળવા માટે પ્રયાસો કરવા જોઈએ. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે આતંકવાદ એ દુનિયા સામે સર્જાયેલો સૌથી મોટો પડકાર છે. ચીન એમાં દુનિયાને સાથ આપવા તૈયાર છે, પરંતુ અત્યારે અફઘાનિસ્તાનમાં જે કટોકટી સર્જાઈ છે એમાં સક્રિય થવાની જરૂર છે.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here