ચીનમાં એકવાર ફરી કોરોનાએ માથું ઊંચક્યું

0
224
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ભારતથી નીકળેલા ડેલ્ટા વેરિઅન્ટે મચાવી તબાહી

ખાસ-ખબર સંવાદદાતા
કોરોના વાઈરસનો કહેર રોકાવાનુ નામ લઈ રહ્યો નથી. ભારતની સાથે-સાથે સમગ્ર દુનિયાના દેશ આ સંક્રમણ સામે હજુ પણ ઝઝૂમી રહ્યા છે. ચીનમાં એકવાર ફરી કોરોનાવાઈરસનુ સંક્રમણ વધવા લાગ્યુ છે. ચીનના સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યુ કે દેશના ફુઝિયાન પ્રાંતના પુતિયાન શહેરમાં કોરોનાના 20 નવા કેસ સામે આવ્યા. જે બાદ અધિકારીઓએ ત્યાંના લોકોને શહેર ના છોડવાની સલાહ આપી છે.
પુતિયાનના સૌથી મોટા કાઉન્ટી જિયાનયૂમાં કોરોનાના તમામ 20 કેસ સામે આવ્યા છે. જે બાદ આ સૌથી મોટી કાઉન્ટી સહિત શહેરના તમામ લોકોને સલાહ આપવામાં આવી છે કે શહેર છોડીને ક્યાંય બહાર જાઓ નહીં. શરૂઆતી તપાસમાં સામે આવ્યુ છે કે નવુ સંક્રમણ કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટનુ છે. કોરોનાનુ ડેલ્ટા વેરિઅન્ટ ભારતથી બહાર ગયુ છે.

ચીનના નેશનલ હેલ્થ કમિશને જણાવ્યુ કે ફુજિયાનમાં સંક્રમણના 20 નવા કેસ મળ્યા છે. જેમાં પુતિયાનમાં 19 અને એક કેસ ક્વાંઝોઉમાં મળ્યો છે. આ સિવાય એક કેસ એવો પણ મળ્યો છે. જેમાં સંક્રમિત દર્દીમાં કોઈ લક્ષણ નહોતા, પરંતુ તપાસમાં તેને કોરોના વાયરસથી સંક્રમિત થવાની પુષ્ટિ થઈ છે. એક દિવસ પહેલા રવિવારે ચીનમાં કોરોના સંક્રમણના 46 કેસ નોંધાયા. ચીનમાં અત્યાર સુધી 95 હજાર 199 લોકો આ વેરિઅન્ટથી સંક્રમિત થયા છે. જેમાં 4 હજાર 636 લોકોના મોત નીપજ્યા છે.

જોકે, ચીનમાં અગાઉ કોરોના સંક્રમણની લહેર ગત જુલાઈમાં ઘણી ઝડપી હતી, સાવચેતીના પગલે કેસ ઓછા થયા હતા પરંતુ એકવાર ફરી કેસ વધી રહ્યા છે અને લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. જુલાઈનો મહિનો જાન્યુઆરી 2020માં વુહાનમાં સામે આવેલા ક્લસ્ટર બાદ સૌથી ખરાબ સમય હતો.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here