જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની બહેન અને પત્નિ એટલે કે નણંદ-ભોજાઈ વચ્ચે માસ્ક ન પહેરવાને લઈને વિવાદ

0
519
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

જાડેજા પરિવારમાં નણંદ-ભોજાઈ સામસામે, બંને વચ્ચે રાજકીય યુદ્ધના થયા મંડાણ

સૌરાષ્ટ્રના ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના ઘરમાં છેલ્લા કેટલાક સમયથી ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયાના મેચ જેવી ટક્કર જોવા મળી રહી છે. ઘરમાં ચાલતી આ બબાલે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. રવીન્દ્ર જાડેજાના બહેન નયના બા જાડેજા અને પત્ની રીવાબા જાડેજા વચ્ચે રાજકીય યુદ્ધના મંડાણ થયા છે. આ વખતે મુદ્દા માસ્ક ન પહેરવાને લઈને બહાર આવ્યો છે.

રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા ભાજપના નેતા છે. આ સાથે સૌરાષ્ટ્ર કરણીસેનાના મહિલા અધ્યક્ષ છે. સમાજ સેવા અને સામાજિક કાર્યક્રમોને લઈને રીવાબા ખૂબ એક્ટિવ હોય છે. જ્યારે રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા કોંગ્રેસના સક્રિય સભ્ય છે. પત્ની રીવાબાને હંમેશા પતિનું સમર્થન મળી રહે છે. સાથ મળી રહે છે. જ્યારે નયના બાને કોંગ્રેસ માટે પિતાનો સાથ સહકાર મળે છે.આ વખતે પણ નણંદ ભોજાઈ વચ્ચે થયેલી દલીલની શરૂઆત એક રાજકીય કાર્યક્રમને કારણે થઈ હતી.

એક કાર્યક્રમમાં રીવાબાએ મોટી સંખ્યામાં ભીડ ભેગી કરી હતી. પણ યોગ્ય રીતે માસ્ક ન પહેરવાને કારણે મામલો વિવાદે ચડ્યો હતો. નયના બા એ કોમેન્ટ કરતા કહ્યું હતું કે, ભાજપના નણંદ-ભોજાઈ વચ્ચે તું તું મૈં મૈં, શા માટે ક્રિકેટર રવીન્દ્ર જાડેજાની પત્ની અને બહેન સામસામે છે? તેઓ ગુજરાતમાં ત્રીજી વેવને લાવવાનું કામ કરી રહ્યા છે. આ પહેલા પણ ઓગસ્ટ 2020માં રીવાબા જાડેજાએ માસ્ક ન પહેરતા વિવાદમાં આવ્યા હતા.

 

રવીન્દ્ર જાડેજાના પત્ની એની કારમાં જઈ રહ્યા હતા. એ સમયે બંનેમાંથી કોઈએ માસ્ક પહેર્યું ન હતું. ત્યાર બાદ રવીન્દ્ર જાડેજાની પત્નીને પોલીસે અટકાવ્યા ત્યારે ખૂબ દલીલબાજી થઈ હતી. ફરી એકવખત માસ્કના મુદ્દે રીવાબા અને નયના બા વચ્ચે ખેંચતાણ જોવા મળી છે.

જોકે, આ કોમેન્ટ સામે રીવાબાએ કોઈ પ્રકારની પ્રતિક્રિયા હજુ સુધી આપી નથી. પણ ગુજરાત ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકારણમાં નણંદ ભોજાઈ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ ચર્ચાનો વિષય બન્યો છે. લોકોના પ્રશ્નોને લઈને નયના બા અનેક વખત તંત્રના દ્વાર ખખડાવતા જોવા મળ્યા છે. જ્યારે રીવાબા ભાજપના અનેક અભિયાનમાં સક્રિય થઈને ભાગ લેતા જોવા મળ્યા છે. જોકે, એક જ પરિવારમાં એક સભ્ય ભાજપમાં તો બીજો સભ્ય કોંગ્રેસમાં હોવાથી રાજકીય લોબીમાં ઘણી વાતો થઈ રહી છે.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here