લૉન્ચ થયું પોપ-અપ કેમેરાથી સજ્જ 85-ઈંચનું સ્માર્ટ T.V: રૂમમાં છવાઈ જશે થિયેટર જેવો માહોલ, જાણો કિંમત અને ફીચર્સ

0
421
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ટીવી કોણ નથી જોતું! દાદીનું કીર્તન હોય કે પપ્પાના સમાચાર, મમ્મીની સિરિયલ હોય કે ભાઈની વિડીયો ગેમ, ટીવી દરેક ઘરની જરૂરિયાત છે. અને પછી હવે જ્યારે આ પ્રોડક્ટમાં નવી ટેક્નોલોજીનો તડકો લાગી ચૂક્યો છે જેણે તેને ‘સ્માર્ટ’ બનાવી દીધું છે, ત્યારે હવે તેને ઘરમાં રાખવું વધુ મહત્વનું બની ગયું છે. ચીની ઇલેક્ટ્રોનિક્સ કંપની TCLએ પોતાના સ્માર્ટ ટીવીની પ્રથમ બેચ વિશ્વ સમક્ષ રજૂ કરી હતી, જેમાં એવું બહાર આવ્યું હતું કે તે બિલ્ટ-ઇન ગૂગલ ટીવીની સુવિધાથી સજ્જ છે. ચાલો તમને TCL X9 મીની-એલઇડી ટીવીના વધુ ઘણા આકર્ષક ફીચર્સ વિશે જણાવીએ.

TCL X9 mini-LED TVની ડિસ્પ્લે

આ સ્માર્ટ ટીવી 85-ઇંચની અલ્ટ્રા-થિન મિનિ-એલઇડી સ્ક્રીનથી સજ્જ છે. બિલ્ટ-ઇન ગૂગલ ટીવીની સાથે તમે 8Kના રિઝોલ્યુશનનો આનંદ માણી શકશો. આ ઉપરાંત આ ટીવી મિનિ-એલઇડી બેકલાઇટનો ઉપયોગ કરે છે અને કંપનીએ કલર આઉટપુટ સુધારવા માટે તેને QLED ટેકનોલોજી પણ આપી છે. બે HDMI 2.1 પોર્ટ અને eARC સપોર્ટ સાથે આ TCL સ્માર્ટ ટીવી એક જ સમયે અનેક રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે.

સાઉન્ડ અને કેમેરાના ફીચર

TCL X9 mini-LED TV ઓન્ક્યો-ટ્યુન ડ્રાઇવર્સની સાથે એક અલગ 5.1.2 સાઉન્ડબારની સાથે આવે છે. આ સાઉન્ડબાર ટીવી સ્ટેન્ડમાં જ ફીટ કરવામાં આવ્યું છે. આ પેકેજમાં એક સબવૂફર પણ શામેલ છે. જો તમે તમારા ટીવી પર ગૂગલ ડુઓ દ્વારા વીડિયો કોલ્સ કરવા માંગો છો, તો આમાં એક પોપ-અપ કેમેરાની પણ સુવિધા છે.

TCLના સ્માર્ટ ટીવીની ડિઝાઇન

આ ટીવીની પેનલ અતિ પાતળી ફ્રેમ પર લગાવવામાં આવી છે અને આ ફ્રેમ OD-Zero ટેકનોલોજીની સાથે આવે છે, જે મિનિ-LED બેકલાઇટ અને LCD ડિસ્પ્લે લેયર વચ્ચેનું અંતર ઘણું ઘટાડે છે.

TCL X9 mini-LED TVની કિંમત

TCL X9 mini-LED TVને તમે $9,999 (7,37,851 રૂપિયા)માં ખરીદી શકો છો. હાલમાં તેને વૈશ્વિક સ્તરે લૉન્ચ કરવામાં આવ્યું નથી અને માત્ર ચીનમાં જ ઉપલબ્ધ છે.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here