ભારતનું માર્કેટકેપ 3.50 ટ્રિલિયન ડોલર: ચાલુ વર્ષમાં સેન્સેકસ-નિફટીએ 40 વખત રેકોર્ડબ્રેક સપાટી સર્જી

0
31
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ખાસ-ખબર સંવાદદાતા

ભારતને પાંચ ટ્રીલીયન ડોલરનું અર્થતંત્ર બનાવવાના ટારગેટ વચ્ચે ભારતીય શેરબજારની માર્કેટ કેપ 3.50 ટ્રીલીયન ડોલરના આંકડાને વટાવી ગઈ છે.

છેલ્લા 18 મહિનામાં ડબલ કરતા પણ વધી ગઈ છે. કોરોનાકાળમાં અર્થતંત્રને હટાવવા માટે વિશ્ર્વના લગભગ તમામ દેશોએ ઠાલવેલા બેફામ નાણાં, મોટાભાગના રાષ્ટ્રોમાં નીચા વ્યાજદર અને રોગચાળાના સમયમાં ખર્ચ ઘટતા લોકોએ શેરબજારમાં ઠાલવેલા રોકાણ જેવા કારણો જવાબદાર છે.

ભારતીય શેરબજારમાં માર્ચ 2020 થી શરુ થયેલી સડસડાટ કરતી આગળ જ વધી રહી છે. સેન્સેકસ-નિફટીમાં રોજેરોજ નવા સ્તર જોવા મળી રહ્યાનો ઘાટ છે. ચાલુ 2021ના વર્ષમાં અત્યાર સુધીમાં સેન્સેકસ તથા નિફટીએ 40 વખત નવી ઉંચી સપાટી બનાવી છે. જો કે, એસ એન્ડ પી 500 ઈન્ડેકસે ચાલુ વર્ષમાં 54 વખત નવી ઉંચી સપાટી બનાવી છે તેની સરખામણીએ સેન્સેકસ-નિફટી હજુ પાછળ છે. અમેરિકી ફેડ રીઝર્વના વડાએ વ્યાજદર વધારામાં કોઈ ઉતાવળીયો નિર્ણય નહીં કરવાનું જાહેર કરતા શેરબજારની તેજીને મજબૂત ટેકો મળી ગયો હતો. પરિણામે સમગ્ર વિશ્ર્વમાં ભારતીય શેરબજારની કમાણી સૌથી વધુ રહી છે. સહેન્સેકસ અંદાજીત 5000 પોઈન્ટ અર્થાત 9.4 ટકા વધ્યો છે. ઘરઆંગણે શેરબજારની તેજી માર્ચ 2020 થી અવિરત છે. ઈન્વેસ્ટરોને કેટલી જંગી કમાણી થઈ તેનો અંદાજ આ સમયગાળામાં માર્કેટકેપમાં થયેલા વધારા પરથી આવી જાય છે.

રીલાયન્સનું માર્કેટકેપ 134 અબજ ડોલરથી વધીને 210 અબજ ડોલરે પહોંચી છે. ટીસીએસની માર્કેટકેપ 110 અબજ ડોલરથી વધીને 191 અબજ ડોલર તથા ઈન્ફોસીસની માર્કેટ કેપ 70 અબજ ડોલરથી વધીને 110 અબજ ડોલર થઈ છે.
નિષ્ણાંતોના કહેવા પ્રમાણે કોર્પોરેટ ક્ષેત્રના અફલાતૂન પરિણામો સરળ લીકવીડીટી તથા નાના ઈન્વેસ્ટરોની વધતી ભાગીદારીથી માનસ તેજીનું બની રહ્યું છે. જીડીપી વૃદ્ધિદર અસામાન્ય આવતા આવતા મહીનાઓમાં પણ સમાન ચાલ રહેવાનો આશાવાદ છે. આ ઉપરાંત કેટલાક દિવસોથી વિદેશી નાણાં સંસ્થાઓએ ફરી મોટાપાયે ખરીદી શરુ કરતા માર્કેટને નવુ મજબૂત કારણ મળ્યુ છે.

ચાલુ વર્ષમાં અત્યાર સુધીનું નેટ વિદેશી રોકાણ 55000 કરોડથી વધુનું છે. કોરોનાના કહેર ધીમો પડતા, મોટાપાયે વેકસીનેશન, કોવિડ નિયંત્રણો હળવા થવા લાગવા સહિતના કારણો તેજીને આગળ ધપાવી રહ્યા છે.

 


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here