Tokyo Olympics 2020 live: gigantic thursday! બેડમિન્ટનથી લઇ બોક્સિંગ અને હૉકીથી લઇ આર્ચરી ઓલિમ્પિકમાં ભારતનો દબદબો જાણો વિગત..

0
53
Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Tokyo Olympics 2020 live :ભારત માટે ટોક્યો ઓલિમ્પિકનો આજનો દિવસ એક્શનથી ભરપૂર હશે. આજે ભારતીય ફેન્સની નજર સૌથી પહેલા મનુ ભાકર પર હશે.

ભારતના બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ બીજી ગેમ 21-13થી સરળતાથી પોતાના નામે કરી અને માત્ર 41 મિનિટમાં આ મેચ જીતી લીધી. સિંધુ હવે ક્વાર્ટરફાઇનલમાં પહોંચી ચૂક્યા છે. 21-15,21-13થી મેચ જીતીને તેમણે પોતાને સાબિત કરી દીધા છે. પહેલી બે મેચની જેમ સિંધુને અહી પણ વધારે મહેનત કરવી ન પડી.

હૉકીમાં ભારતની પુરુષ ટીમે ખૂબ સારુ પ્રદર્શન કર્યુ છે. રિયો ઓલિમ્પિકના ચેમ્પિયન અર્જેન્ટીનાને 3-1થી હરાવી દીધુ છે. ભારત તરફથી વરુણ કુમાર, વિવેક સાગર પ્રસાદ અને હરમનપ્રીત સિંહે ગોલ કર્યો. ભારતીય ટીમની ઓલિમ્પિકમાં આ ત્રીજી જીત છે. આ પહેલા ભારતે સ્પેન અને ન્યૂઝીલેન્ડ સામે જીત મેળવી હતી.

તીરંદાજ અતનુદાસ ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતવાની ખૂબ નજીક પહોંચી ગયા છે.તેમણે વ્ય્કતિગત અંતિમ 8માં જગ્યા મેળવી લીધી છે. અતનુએ અંતિમ 16ના મુકાબલામાં કોરિયાના દિગ્ગજ તીરંદાજ જિન્યેક ઓહને મ્હાત આપી છે.

ભારત માટે આજનો દિવસ ઘણો સારો રહ્યો. બોક્સિંગમાં પણ ભારતને જીત મળી છે. બોક્સર સતીશ કુમારે 91 કિલોગ્રામ વર્ગના અંતિમ-16 મુકાબલામાં જમૈકાના રેકોર્ડ બ્રાઉનને મ્હાત આપી છે. તેમણે 4-1થી આ મુકાબલો જીત્યો છે. આ જીત સાથે સતિશ કુમાર અંતિમ 8માં પહોંચી ગયા છે. તેઓ મેડલ જીતવાથી હવે એક પગલુ દૂર છે.


Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here