સ્માર્ટ સિટિઝ મિશન દ્વારા ‘ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ’ ચેલેન્જ હેઠળ દેશના ૧૧૩ શહેરોમાંથી પસંદ પામેલા ટોપ-૧૧ શહેરોમાં રાજકોટની પસંદગી થઇ: રૂપિયા ૦૧ કરોડનો પુરસ્કાર મળશે

0
75
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

તેમ મેયર ડો. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાની જાહેરાત 

શહેરોને સાયકલ ફ્રેન્ડલી બનાવવા અને નાગરિકોને સાયકલને ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી સ્માર્ટ સિટિઝ મિશન દ્વારા ‘ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ’ ચેલેન્જની શરૂઆત કરવામાં આવી હતી. આ ચેલેન્જમાં વિવિધ ૧૧૩ શહેરોએ ભાગ લીધો હતો જેમાંથી ૨૫ શહેરોની સ્ટેજ-૧માં પસંદગી કરવામાં આવી હતી જેમાંથી ટોપ ૧૧ શહેરોની પસંદગી તા. ૨૮-૦૭-૨૦૨૧ ના રોજ કરવામાં આવેલ અને જેમાં રાજકોટ શહેરની પણ પસંદગી થતા રાજકોટ શહેરને રૂપિયા ૦૧ કરોડનું પુરસ્કાર મળશે, જેનો ઉપયોગ શહેરમાં સાયકલિંગને પ્રમોટ કરવા તેમજ તેનો વ્યાપ વધારવા માટે કરવામાં આવશે તેમ મેયરશ્રી ડો. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ અને મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.

આ ચેલેન્જમાં રાજકોટ શહેરએ ઇકલી દ્વારા સંચાલિત કેપેસીટીઝ પ્રોજેક્ટના સહયોગથી ભાગ લીધો હતો. રાજકોટમાં આ ચેલેન્જના ભાગ રૂપે પોટેન્શિયલ સાયકલિંગ રૂટ અને સાયકલિંગ દરમ્યાન લોકોને જરૂરી સુવિધાઓ અંગે એક સર્વે કરવામાં આવ્યો હતી જેના બાદ BRTS રૂટ પર એક પાયલોટ પ્રોજેક્ટ ચલાવવામાં આવેલ. નાગરીકોમાં સાયકલ અંગે જાગૃતતા લાવવા માટે તેમજ cycle2work ને પ્રમોટ કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ દર શુક્રવારે કર્મચારીઓ દ્વારા સાયકલનો ઉપયોગ કરી ઓફીસે આવવા માટે એક અભિયાન પણ ચલાવેલ. આ ચેલેન્જ અંતર્ગત રેસકોર્સ ગાર્ડન પાસે PPP ધોરણે સાયકલિંગ શેરિંગ પ્રોજેક્ટની પણ શરૂઆત કરવામાં આવેલ છે. શહેરમાં સાયકલનો ઉપયોગ વધારવાથી શહેરની આબોહવાને પણ ફાયદો થશે.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here