હાઈટેક ગેજેટ: જોગિંગ ખોટું કરશો તો બૂટ જ એલર્ટ કરશે

0
4
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

તાલીમ આપનારી સ્પોર્ટિંગ ટેક્નોલોજી સફળ એથ્લીટ બનવામાં મદદ કરશે

એકલા જોગિંગ કરતા હોવ અને રેસ લગાવવા માટે વર્ચ્યુઅલ પાર્ટનર મળી જાય તો! જૂતામાં લાગેલા સેન્સર તમને કહે કે, તમે યોગ્ય રીતે દોડી નથી દોડી રહ્યા અથવા તો તમે સ્વિમિંગ પૂલમાં અન્ડરવોટર હોવ તો પણ તમને તમારી ભૂલો તરફ ધ્યાન દોરે તો કેવું લાગે! હા, હાલમાં જ કેટલાક એવા ગેજેટ્સ લોન્ચ થયા છે, જે પ્રોફેશનલની જેમ તાલીમ આપવાની સાથે તમને ગાઈડ કરે છે અને એલર્ટ પણ કરે છે.

રનિંગ કોચ: આઈકાઈનેસિસ શૂ માઉન્ટ રનિંગ કોચની જેમ છે. આ ડિવાઈસ જૂતાની લેસમાં ફિટ હોય છે. તે રિયલ ટાઈમમાં યુઝરને ઓડિબલ મેસેજ અને વાઈબ્રેશનથી એલર્ટ કરે છે કે, તમે યોગ્ય રીતે દોડો છો કે નહીં. ઘોસ્ટ પેસર એઆર રનિંગ હેડસેટ એક વર્ચ્યુઅલ અવતાર બનાવી દે છેે.

સ્વિમિંગ ગાઈડ: તરતી વખતે એથ્લીટને નિર્દેશ આપવો અઘરો હોય છે. જોકે, સ્વિમિંગ કોચ સોનાર રેડિયો ટેક્નોલોજીની મદદથી સ્વિમર સાથે વાત કરી શકે છે. તેનો એક હિસ્સો વોકી-ટોકી ટ્રેનર પાસે રહે છે, જ્યારે બીજું સ્પીકર સ્વિમર પાસે હોય છે.

હાઈબ્રિડ વેટ સિસ્ટમ: હોમ જિમમાં વર્કઆઉટ માટે ડમ્બેલ્સ, બારબેલ્સ અને પ્લેટ્સ હોય છે. પરંતુ હાઈપરબેલ સિસ્ટમમાં તમે ત્રણેય વર્કઆઉટ કરી શકો છો. આ સિવાય બારબેલની બંને તરફ વજન જુદું જુદું હોય તો કેલિબ્રેક્સ સિસ્ટમ યુઝરને બીપથી એલર્ટ કરે છે.

પંચિંગ રોબોટ: પંચિંગ બેગ સાથે પ્રેક્ટિસ બરાબરીનો મુકાબલો નથી કારણ કે, બેગ પંચ નથી મારી શકતી. સ્ટ્રાઈક રોબોટિક સિસ્ટમ બરાબરીનો મુકાબલો કરે છે. આ રોબોટ તમે દીવાલ પર લગાવવાની સાથે હાઈટ પણ એડજસ્ટ કરી શકો છો.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here