સામાજિક વનીકરણ વિભાગ અને NCCના કેડેટ્સનું હરિયાળું અભિયાન: જસદણના બાખલવાડ ગામે ૩૫૦૦ રોપાઓનું મિયાવાકી પધ્ધિથી કર્યું વૃક્ષારોપણ

0
24
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

રાજકોટ, તા. ૨૯, જુલાઈ : સામાજિક વનીકરણ વિભાગ દ્વારા હરિયાળા ગુજરાત અભિયાનને સાર્થક કરવા મોટા પાયે રોપાઓનો ઉછેર અને વિતરણ કરવામાં આવે છે. સામાજિક જવાબદારીના ભાગરૂપે વૃક્ષારોપણ કાર્યક્રમના આયોજન કરવામાં આવે છે. સઘન વનીકરણ ઝૂંમ્બેશમાં વિવિધ સંસ્થાઓ પણ સહયોગી બને છે.

રાજકોટની ૨ – ગુજરાત બટાલિયન એન.સી.સી. દ્વારા તેમના કેડેટ્સ માત્ર ફૌજી તાલીમ જ નહિ પરંતુ સમાજ ઉપયોગી કાર્યોમાં સહયોગ પૂરો પાડી બાળકોના ઘડતરમાં બહુમૂલ્ય યોગદાન પૂરું પાડે છે.

હાલમાં જ એન.સી.સી. ના કેડેટ્સ દ્વારા જસદણ તાલુકાના બાખલવાડ ગામે ઔષધીય તેમજ ફળાઉ ૩૫૦૦ રોપાઓનું મિયાવાકી પધ્ધિથી વૃક્ષારોપણ કરી આવનારા સમયમાં ગામને હરિયાળા ઉપવન તરીકેની ભેટ આપી છે. વૃક્ષોના ઉછેર માં ગ્રામજનો વેન વિભાગને સહયોગ પૂરો પાડશે.

આ કાર્યમાં નાયબ વનસંરક્ષક, સામાજિક વનીકરણ વિભાગ – રાજકોટ રવીપ્રસાદ રાધાક્રિષ્ન, વન સંરક્ષક  એ.એમ. પરમાર તેમજ એન.સી.સી. ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર  એસ.એન. તિવારીનો સહયોગ પ્રાપ્ત થયો છે.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here