ફલાય ઓવર બ્રીજના નિર્માણના કારણે કાલાવડ રોડ -જડ્ડુસ ચોકથી સ્મશાન બ્રિજ સુધી થ્રી વ્હિકલ, ફોર વ્હિકલ અને ભારે વાહનોને માટે પ્રવેશ બંધ

0
47
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

રાજકોટ – રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરની ટ્રાફિક સમસ્યાનું નિવારણ કરવા કાલાવડ રોડ ઉપર નવા ફલાય ઓવર બ્રીજનું નિર્માણ થઇ રહયુ છે, જેથી કાલાવડ રોડ -જડ્ડુસ ચોકથી સ્મશાન બ્રિજ સુધી થ્રી વ્હિલર, ફોર વ્હિલર વાહનો અને તેનાથી ભારે વાહનોને માટે પ્રવેશ બંધ કરવામાં આવે છે તેમજ કેટલાક રૂટને ડાયવર્ટ કરવાનો હુકમ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા લેવામાં આવ્યો છે.

આ હુકમ  મુજબ કાલાવડ રોડ – જડ્ડુસ ચોકથી મોટા મૌવા સ્મશાન બ્રિજ તરફ જવા માગતા થ્રી વ્હિલર, ફોર વ્હીલર અને તેનાથી ભારે વાહનો માટે એ.જી ચોક થી પ્રેમ મંદિર તરફ યુનિવર્સિટી રોડ રવિ પાર્ક બગીચા પાસેના સર્કલથી ડાબી તરફ થઈ સરિતા વિહાર સોસાયટીના નાલા ઉપર થઈ ગ્રેસ કોલેજથી કાલાવડ રોડ તરફ જવા આવવા માટે તમામ પ્રકારના વાહનો (ભારે વાહનો સિવાય) અવર જવર કરી શકશે. તેમજ મોકાજી સર્કલ નાના મૌવા રોડ ઉપરથી આવતા અને જડ્ડુસ ચોકથી સ્મશાન બ્રિજ જવા માગતા થ્રી વ્હિલર, ફોર વ્હિલર વાહનો અને તેનાથી ભારે વાહનો જય ભીમ ચોક મવડી ગ્રીન્સ પાર્ટી પ્લોટ સ્પીડવેલ પાર્ટી પ્લોટથી નવો ૧૫૦ રીંગ રોડ થી કાલાવડ રોડ તરફ જઈ શકશે.

 તેમજ મોટા મૌવા સ્મસાન બ્રિજથી જડ્ડુસ ચોક તરફ જવા માટે ડાબી બાજુ વાળા સર્વિસ રોડ ઉપર તમામ પ્રકારના વાહનો માટે (ભારે વાહનો સિવાય)ના પસાર થઈ શકશે આ જાહેરનામું સ્લેબ કલવર્ટ બંને સાઇડ વાઇટનિંગની કામગીરી ચાલુ રહે ત્યાં સુધી અમલમાં રહેશે.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here