વોર્ડ નં.૧૮માં આવેલ જુદા જુદા રસ્તાઓની સ્થળ મુલાકાત લેતા બાંધકામ કમિટી ચેરમેન કેતન પટેલ

0
51
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

બાંધકામ કમિટી ચેરમેન કેતન પટેલ એક યાદીમાં જણાવે છે કે, વોર્ડ નં.૧૮માં જુદી જુદી સોસાયટીઓના રસ્તા બનાવવા રજુઆત આવેલ જેના અનુસંધાને આજ તા.૨૯/૦૭/૨૦૨૧ના રોજ સ્થળ મુલાકાત લેવામાં આવેલ. સ્થળ મુલાકાતમાં વોર્ડ નં.૧૮ના કોર્પોરેટર સંજયસિંહ રાણા, સંદીપભાઈ ગાજીપરા, દક્ષાબેન વાઘેલા, ભારતીબેન પરસાણા, સિટી એન્જીનીયર વાય. કે. ગોસ્વામી, વોર્ડ નં.૧૮ના પ્રમુખ શૈલેષ બુસા, મહામંત્રી હિતેષ ઢોલરીયા, રવિભાઈ હમીરપરા ભાજપ અગ્રણી શૈલેષભાઈ પરસાણા તેમજ ડે.એન્જીનીયર મહેશ રાઠોડ, વોર્ડ ઓફિસર કાનાણી વિગેરે ઉપસ્થિત રહેલ.

સ્વાતિ પાર્ક રોલેક્ષ ઇન્ડસ્ટ્રીઝ તથા સાંઈ બાબા ચોક વિગેરેના રસ્તાઓ પર ચોમાસાને કારણે વિસ્તારના લોકોને હાલાકી ભોગવવી પડે છે જેની મરામત કરવા અધિકારીશ્રીને સુચના આપેલ.  


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here