સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે જેતપુર ખાતે આયોજિત રક્તદાન કેમ્પ તેમજ સર્વરોગ નિદાન કેમ્પમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિ રહેશે

0
60
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

રાજકોટ – ભૂતપૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે લેઉઆ પટેલ સમાજ, જેતપુર ખાતે આયોજિત રક્તદાન કેમ્પ તેમજ સર્વ રોગ નિદાન કેમ્પમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બપોરે ૩:૦૦ કલાકે ઉપસ્થિત રહેશે. આ તકે મુખ્યમંત્રી સ્વ. વિઠ્ઠલભાઈના જીવન કવન અને લોક સેવાને ઉજાગર કરતા પુસ્તક ‘સાવજનું કાળજું”નું વિમોચન કરશે.

પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે જેતપુરમાં મેગા મેડિકલ કેમ્પ અને રક્ત દાન કેમ્પ યોજાયો. આ કેમ્પના પ્રારંભે સંતો-મહંતોની ઉપસ્થિતિ વચ્ચે સેવા કાર્યોનો પ્રારંભ થયો હતો, અને ‘‘લાગણીના વાવેતર’’ વેબ પેઇજ લોન્ચ કરાયું હતું. આ પ્રસંગે મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયાએ સર્વેને આવકારી તેમના પિતાની પુણ્યતિથિ નિમિત્તે સેવાના કાર્યોમાં જોડાવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનિય છે કે, આ મેગા મેડિકલ કેમ્પ અને રક્ત દાન કેમ્પની બપોર બાદ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ  રૂપાણી મુલાકાત લઈ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા જીવન પ્રસંગો આધારિત ‘કાળજું સિહનું‘ પુસ્તકનું વિમોચન કરશે.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here