જો તમે આંખોને લગતી સમસ્યાઓ અવગણો છો તો ચેતી જાજો: ઘટવા લાગ્યું છે આંખોનું તેજ, તો આપવાનો આ 6 ઘરેલુ ઉપાય

0
277
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

કોરોનાના આ સમયમાં ઘણાબધા લોકો ઘરેથી લેપટોપમાં કામ કરે છે. એટલું જ નહીં બાળકો પણ ઘરે બેઠા શિક્ષણ મેળવી રહ્યા છે. આ માટે તેમણે સતત સ્ક્રીન ફેસ કરવી પડે છે. જેની અસર સીધી આંખો પર પડી રહી છે. ચિંતાની વાત એ છે કે આપણે નાની સમસ્યાને ઇગ્નોર કરી દઈએ છીએ પરંતુ આગળ જતા આ સમસ્યા વિકરાળ સ્વરૂપ લઇ લેતી હોય છે. આવામાં ચાલો તમને જણાવીએ કેટલાક ઘરેલું ઉપાય કે જેનાથી તમારી આંખોની સમસ્યામાં રાહત મળશે.

પલાળેલી બદામ ખાઓ

પલાળેલી બદામનું સેવન આંખોની દ્રષ્ટિ માટે સારું છે. આ માટે તમે દરરોજ રાત્રે 7 થી 8 બદામ પલાળીને રાખી શકો છો. બીજા દિવસે સવારે બદામની પેસ્ટ બનાવો. અને આ પેસ્ટને પાણીમાં બેલાવીને ખાઈ લો. તેનાથી આંખોની સમસ્યામાંથી મુક્તિ મળે છે. બદામ મગજને પણ તેજ બનાવે છે.

કિસમિસ અને અંજીર ખાઓ

નબળી દ્રષ્ટિની સમસ્યા માટે તમે પલાળેલા કિસમિસ અને અંજીરનું સેવન કરી શકો છો. આ માટે, 2 અંજીર અને 10 થી 15 કિસમિસને રાત્રે પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે સવારે તમે ખાલી પેટ તેનું સેવન કરી શકો છો.

આંખોની કસરત કરો

આંખોને સ્વસ્થ રાખવા માટે આંખની કસરતો કરવી જરૂરી છે. તે તનાવમાં પણ રાહત આપે છે. આ માટે તમારા બંને હાથને એક સાથે ઘસો અને બાદમાં તેને આંખો પર રાખો. થોડા સમય પછી, હાથ લઇ લો અને ધીમે ધીમે આંખો ખોલો. આ સિવાય, તમે આંખની કીકીને પણ ડાબેથી જમણે, તેમજ ઉપર અને નીચે ફેરવી શકો છો.

બદામ, વરિયાળી અને સાકારનું મિશ્રણ

આ ઘરેલું ઉપાય આંખોની રોશની માટે ખૂબ ફાયદાકારક છે. આ માટે તમારે બદામ, વરિયાળીનાં દાણા અને સાકારની જરૂર પડશે. ત્રણેયને એક સાથે વાટી લો. તૈયાર થયેલું આ ચૂરણ રાત્રે સૂતા પહેલા એક ચમચી દૂધ સાથે લો. એક અઠવાડિયા સુધી તેનું સેવન કરવાથી આંખોની દ્રષ્ટિ સુધારવા માંડશે.

દેશી ઘી

દેશી ઘીનું આયુર્વેદમાં ઘણું મહત્વ છે. તે આરોગ્યની ઘણી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. ઘીમાં વિટામિન અને મિનરલ્સ હોય છે. તેઓ દૃષ્ટિ સુધારે છે. તમે તેને આંખો પર લગાવીને દેશી ઘીનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે આંખો પર ઘી લગાવવું પડશે અને થોડીવાર માટે તેનું મસાજ કરવું પડશે.

આમળા

દરરોજ સવારે એક ચમચી આમળાનો રસ પીવાથી આંખોની રોશની સુધરે છે. આમળા આંખોની સમસ્યાને ઓછી કરવામાં મદદ કરે છે.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here