તા. ૨૭ જુલાઈના રોજ યોજાશે ‘‘કેન્સર સામે સતર્કતા’’ વિષય પર પરિસંવાદ

0
27
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

રાજકોટ : કેન્સર સામે જનજાગૃતિ કેળવવા માટે ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટના સંયુકત ઉપક્રમે રાજકોટ ખાતે શ્રીમતિ અનિલાબેન કોઠારી કેન્સર ચિકિત્સા ભવનના ઓડીટોરીયમમાં તા, ૨૭ જુલાઈના રોજ સાંજના ૪ થી ૬ કલાક દરમ્યાન ‘‘કેન્સર સામે સતર્કતા’’ વિષય પર એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પરિસંવાદમાં રાજકોટ કેન્સર સોસાયટી દ્વારા સંચાલિત કેન્સર ચિકિત્સા ભવનના મેડિકલ ડાયરેકટર ડો. વી.કે.ગુપ્તા તેમજ કેન્સર અંગે જનસમૂહને જાગૃત કરવાની ઉમદા ફરજ બજાવતા ભાવનગરના શ્રીમતી વર્ષાબેન જાની ચાવીરૂપ વક્તવ્ય આપશે. જેમાં પ્રિન્ટ તેમજ ઈલેક્ટ્રોનિક માધ્યમના મિત્રો, સહીત પ્રબુધ્ધ નાગરિકો અને સ્વૈચ્છીક સંસ્થાઓના પ્રતિનિધિઓને ઉપસ્‍થિત રહેવા સંયુક્ત માહિતી નિયામક એસ. એમ. બુંબડીયાએ અનુરોધ કર્યો છે.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here