સુરતમાં પાલ વિસ્તારમાં ફાયર સેફ્ટી અને મંજૂરી વિના ચાલતી નોનવેજની દુકાનો બંધ કરાવવા પાલિકામાં રજુઆત

0
41
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

સુરત મ્યુનિ.ના પાલના ખેતરોમાં પાલિકાની કોઈ પણ જાતની મંજુરી વિના અને ફાયર સેફ્ટી વિના ગેરકાયદે નોનવેજના ચાલતા ઢાબા બંધ કરાવવા માટે આજે પાલિકામાં રજુઆત થઈ છે. જે વિસ્તારમાં ગેરકાયદે નોનવેજ ઢાબા ચાલે છે ત્યા જૈન ધર્મના ધાર્મિક સ્થળ આવ્યા હોવાથી લોકોની લાગણી દુભાતા આ ગેરકાયદે પ્રવૃત્તિ રોકવા માટે માગણી કરવામાં આવી છે.

રાંદેર ઝોનમાં પાલ- હજીરા રોડ પર ફુટપાથ પર ચાલતાં દબાણ દુર નથી થઈ રહ્યાં તો હવે પાલના ખેતરોમાં ગેરકાયદે શેડ બનાવીને ચાલતા નોનવેજ ઢાબા દુર કરવા માટેની માગણી થઈ છે. અખિલ ભારતીય શ્રી જૈન યુવા સંગઠન દ્વારા આજે પાલિકાના પદાધિકારી- અધિકારીઓને આવેદનપત્ર આપવામા ંઆવ્યું હતું. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, પાલ વિસ્તારમાં ખુલ્લા ખેતરોમાં પાલિકાની કોઈ પણ જાતની મંજુરી વિના પતરાના શેડ બનાવી નોનવેજ ઢાબા શરૃ કરાયા છે. આ વિસ્તારમાં જૈનધર્મસ્થળ હોવાથી આસપાસ ચાલતી આવી ગેરકાયદે પ્રવૃત્તિથી લાગણી દુભાઈ રહી છે. આ વિસ્તારમાં પહેલાં આવા નોનવેજ ઢાબા ન હતા પરંતુ રાદેર ઝોનની રહેમનજર હેઠળ અહી નોનવેજ ઢાબા શરૃ થયાં છે અને બિજા વિસ્તારમાંથી લોકો અહી ખાવા આવે છે. આટલું જ નહીં પરંતુ મોડી રાત સુધી આ ઢાબા ચાલતા હોય ન્યુસન્સરૃપ લોકો પણ અહી આવી રહ્યાં છે.

પાલિકા લોકોની કાયદેસરની દુકાનોમાં ફાયર સેફ્ટી ન હોય તો સીલ કરી દે છે પરંતુ પાલિકાની કોઈ પણ જાતની મંજુરી વિના પતરાના શેડ ઉભા કરી ફાયરની મંજુરી વિના, ગેરકાયદે ડ્રેનેજ કનેક્શન કે ફુડના લાયસન્સ વિના ગેરકાયદે ધંધા ચાલી રહ્યાં છે. રાંદેર ઝોન દ્વારા કોઈ કામગીરી ન થતાં શાંત ગણાતો પાલ વિસ્તાર લાજપોર- કમાલગલી બની રહ્યો છે. વારંવારની રજુઆત બાદ પણ કોઈ કામગીરી ન થતાં સંગઠન દ્વારા પાલિકાના પદાધિકારીઓને રજુઆત કરીને આ પ્રવૃત્તિ બંધ કરાવવા માગણી કરી છે.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here