સ્વામિનારાયણ મંદિર, હરિધામ-સોખડા સંસ્થાના સ્થાપક પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીને શ્રદ્ધાંજલિ પાઠવતા રાજકોટ જિલ્લા ભાજપ અગ્રણીઓ

0
64
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

 • સ્વામિનારાયણ મંદિર, હરિધામ-સોખડા સંસ્થાના સ્થાપક તથા યોગીજી મહારાજના પરમ શિષ્ય દાસાનુંદાસપૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીને શ્રદ્ધાંજલિ પાઠવતા રાજકોટ જિલ્લા ભાજપ અગ્રણીઓ

  સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શિરોમણીશ્રી હરિપ્રસાદ સ્વામીના નિર્વાણથી શોકની લાગણી અનુભવતા રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, જીલ્લા મહામંત્રીઓ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા સહીતના જીલ્લા ભાજપના અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ પાઠવતાજણાવ્યું હતું કે, અક્ષર પુરસોત્તમ સ્વામિનારાયણ મંદિર, હરિધામ – સોખડા સંસ્થાના સ્થાપક તથા યોગીજી મહારાજના પરમ શિષ્ય ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી જેમણે આત્મીયતાની અલખ જગાવી સમાજ ને સંપ, સુહૃદભાવ અને એકતાથી જીવન જીવવાની ચાવી આપી છે. સ્વામીએ યુવાઓમાં વ્યસન મુક્તિ, શિક્ષા પ્રણાલીના પ્રચાર પ્રસાર સાથે આધ્યાત્મિકતા અને સમાજ માટે સમર્પિત થવાનો સેવા ભાવ ઉજાગર કરવામાં પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીએ આજીવન સેવારત રહી આપેલું અમૂલ્ય યોગદાન સદાય અવિસ્મરણીય રહેશે. 

 •  

  પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને સદગતી અર્પે અને હરિભક્તોને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના. સ્વામીજી આપણા સૌના હ્યદયસ્થ રહી આપણને ધર્મનો માર્ગ બતાવતા રહે એજ એમના પાસે પ્રાર્થના સહ એવા દાસાનુંદાસ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીને શ્રદ્ધાંજલિ.  Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here