ગુજરાત રાજ્ય તથા રાષ્ટ્રીય એવોર્ડી ટીચર્સ ફેડરેશન દ્વારા મહેસાણા ખાતે વનીતાબેન રાઠોડનું સન્માન કરાયું

0
27
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

તારીખ 25 જુલાઈ 2021ના રોજ મહેસાણા ખાતે ગુજરાત રાજ્ય એવોર્ડ ટીચરનું વાર્ષિક શૈક્ષણિક અધિવેશન તથા સન્માન સમારોહ મહેસાણાનાં સાર્વજનિક વિદ્યાસંકુલમાં યોજવામાં આવ્યું. ગુજરાત રાજ્ય એવોર્ડી શિક્ષક ફેડરેશન દ્વારા વર્ષ 2020માં રાજ્ય તથા રાષ્ટ્રીય એવોર્ડ શિક્ષકોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એવોર્ડ શિક્ષકને એનાયત કરાતા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના નિશુલ્ક મુસાફરીના સ્માર્ટ કાર્ડ એનાયત કરવામાં આવ્યા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ સંચાલિત વિનોબા ભાવે પે.સેન્ટર શાળાના આચાર્ય વનિતાબેન રાઠોડ ને 2020માં રાજ્યપાલ એવોર્ડ પ્રાપ્ત થતા આ પ્રસંગે માનનીય સંસદ સભ્ય લોકસભા મહેસાણા શારદાબેન એ પટેલ તથા એ.કે મોઢ સાહેબ શિક્ષણાધિકારી મહેસાણા દ્વારા સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે દિલીપભાઈ ચૌધરી, માનદમંત્રીસાર્વજનિક કેળવણી મંડળ મહેસાણા, દાતા કેતનભાઈ પટેલ તથા ફેડરેશન પ્રમુખ ડૉ. માનસિંગભાઈ ચૌધરી, મંત્રીખુમજી ભાઈ ચૌધરી તથા ફેડરેશનના તમામ હોદ્દેદારો ઓ તથા સભ્ય હાજર રહ્યા હતાં.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here