મણિપુરની મીરાંબાઈએ ‘હિન્દુસ્તાન એક છે’ની ભાવનાની પ્રતીતિ કરાવી

0
95
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં પ્રથમ દિવસે જ હિન્દુસ્તાનથી મીરાબાઈ ચાનુએ સિલ્વર મેડલ મેળવી ઇતિહાસ રચી દીધો. મીરાબાઈ ચાનુએ 48 કિલોના વર્ગમાં 115 કિલોગ્રામથી વધુ વજન ઉચકી ભારતને ગૌરવ અપાવ્યું. મહત્વની વાત એ છે કે આ પછી તરત જ ભારતે કુસ્તીમાં સુવર્ણ ચંદ્ર કબજે કરી લીધું. ભારતની નારીશક્તિ જે સશક્ત થઈ રહી છે તેની આ ઝલક માત્ર છે. મીરાબાઈ ચાનુ નોર્થ ઈસ્ટના રાજ્ય મણિપુરની છે. તેનું આખું નામ સાઈખોમ મીરાબાઈ ચાનુ છે. મીરાબાઈ ચાનુએ આ પહેલા કોમનવેલ્થ ગેમ્સમાં છ વિશ્વ વિક્રમ તોડી ચૂકી છે. તથા ભારતને ગોલ્ડમેડલ સહિત ના ચંદ્રકો આવી ચૂકી છે. અને ભારતને ગૌરવ અપાવી ચૂકી છે.

મીરાબાઈ ચાનુ નો જન્મ ૧૯૯૪માં થયો હતો. તેની માતા દુકાન ચલાવે છે. તેના પિતા pwdમાં નોકરી કરે છે. તેની કોચ કૂંજરાણી દેવીએ પણ ભારતને વજનઉચક માં વિશ્વસ્તરે નામના અપાવી ચૂકી છે.

પણ સૌથી આનંદની વાત દરેક દેશવાસીઓ માટે એ છે કે એક સમયે જ્યાં લોકો જતા નહીં ત્યાં ઉત્તર-પૂર્વના રાજ્યની આ છોકરીનાં નામમાં મીરાબાઈ છે. આપણે સૌ જાણીએ છીએ કે ઉત્તર-પૂર્વ ના સાત રાજ્યને સેવન સિસ્ટર્સ અને એક બ્રધર ચિકનનેકથી ભારત સાથે જોડાયેલા છે. આ ચિકનનેક જો કપાઈ જાય તો ભારતના સેવન સિસ્ટર્સ અને વન બ્રધર છુટા પડી જાય તેમ છે. અત્યાર સુધીમાં આઝાદીનાં લાંબા સમય સુધી આ વિસ્તાર ઉપેક્ષિત જેવો રહ્યો છે. જેના માઠા પરિણામ દેશે ખૂબ ભોગવ્યા છે. ચીન જ્યાંથી નજીક છે. બાંગ્લાદેશ સામે જ છે અને સરકારની ઉપેક્ષા હતી. જેના કારણે આ સાત રાજ્યોમાં ખૂબ જ અભાવની સ્થિતિ વર્ષો સુધી રહી. તેના માઠા પરિણામ એ પણ આવ્યા કે વટાળની પ્રવૃત્તિ ઓ જબરદસ્ત ચાલી અને વિદેશ પ્રેરિત ઉગ્રવાદ એ હાહાકાર મચાવી દીધો. આજે આનંદની વાત એ છે કે મોદીના વડપણ હેઠળની સરકારે ઉત્તર પૂર્વનાં રાજયો અને પ્રાધાન્ય આપતા આજે જાણે દેશના મુખ્ય પ્રવાહમાં ખૂબ જ સફળતા પૂર્વક જોડાઈને વિકાસમાં અગ્રીમ ભૂમિકા ભજવી રહ્યા છે. જે પ્રદેશમાં ક્રિશ્યાનીટી ખૂબ જ છે ત્યાં ની દીકરી મીરાબાઈ નામ સાથે વિશ્વમાં ભારતનો ડંકો વગાડે તે દરેક દેશવાસીઓ માટે ગર્વની ક્ષણ છે. અને દરેક દેશવાસીઓની છાતી ગજ ગજ ફુલે તેમ છે.

સૌ જાણે છે કે મીરાબાઈ નામે એક ભક્ત કવિ થઈ ગયા. રાજસ્થાનના હતા. ૧૪૯૮માં તેમનો જન્મ થયો હતો. મેવાડના સિસોદિયા વંશનાં રાજા ભોજ સાથે તેમના લગ્ન થયા હતા. થોડા સમયમાં જ તેમના પતિનું અવસાન થયું હતું. તે પછી મીરાબાઈ નામની આ રાજકુમારી એ સંપૂર્ણ જીવન કૃષ્ણ ભક્તિમાં લીન થઈને ગાળ્યું. અને ગુજરાતના દ્વારિકામાં પણ તેમણે નિવાસ કર્યો હતો. મીરાબાઈના કૃષ્ણ ભક્તિ ના ભજનો આજે પણ લોકોના હોઠે છે…” મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ..” મીરાબાઈ રાજસ્થાનના હતા. આજે ત્યાંથી સેંકડો કિલોમીટર દૂર મણિપુરની એક દીકરી મીરાબાઈ નામ સાથે મેદાનમાં તિરંગો લહેરાવી તે સમગ્ર હિન્દુસ્તાન માટે એક ભારત છે તેની ભાવના પ્રગટ કરે છે.

અહીં એ ઉલ્લેખનીય છે કે મથુરા અને દ્વારકા પછી કૃષ્ણ ભક્તિનું જો કોઈ મોટું કેન્દ્ર હોય તો તે મણિપુર છે. મણીપુર નો ઉલ્લેખ મહાભારત કાળમાં પણ થયેલો છે. અર્જુનની પત્ની ચિત્રાંગદા પણ મણિપુરના હતા. ચિત્રાંગદા ના પુત્ર નું નામ બબ્રુવાહન હતું અને ઉલૂપી એ સંજીવની મણી દ્વારા અર્જુનને ફરી જીવંત કર્યા ની ઘટનાઓ સંકળાયેલી છે. મણિપુરમાં વૈષ્ણવ ઉપરાંત નિમ્બાર્ક, રામાનંદી અને માધવગોડિયા જેવા સંપ્રદાયો પણ અગત્યનો ભાગ ભજવે છે. જ્યાં હનુમાન ચાલીસા પણ ખૂબ જ સુંદર સૂરમાં રજૂ થાય છે.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here