શહેરના મુખ્ય માર્ગો પરના ખાડાઓને સમારકામની કામગીરી અંતર્ગત મેયર ડૉ.પ્રદિપ ડવ સ્થળ મુલાકાત લેશે

0
27
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

રિદ્ધિ સિધ્ધીના નાલાથી ગોંડલ હાઇવે તરફ જવાના રસ્તાને મેયર ડૉ.પ્રદિપ ડવની ઉપસ્થિતિમાં બોક્સ કટિંગ કરી મેટલીંગ કરવામાં આવ્યું.

 ચોમાસાની ઋતુમાં શહેરના મુખ્ય માર્ગો પર પડેલ ખાડાઓના કારણે શહેરના નગરજનોને મુશ્કેલી ન ભોગવવી પડે તેમજ અન્ય બાંધકામ, ડ્રેનેજ વિભાગના પ્રશ્નો માટે થોડા સમય પહેલા મેયર ડૉ.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં ત્રણેય ઝોનમાં સિટી એન્જીનીયરો તેમજ તમામ વોર્ડના ડેપ્યુટી એન્જીનીયરોની સાથે મીટીંગ યોજાયેલ.

 

 

આ મીટીંગમાં શહેરના તમામ મુખ્ય માર્ગો પરના ખાડાઓમાં મેટલીંગ કરવા ઝુંબેશ સ્વરૂપે તમામ વોર્ડમાં કામગીરી કરવા જણાવેલ. ગોંડલ રોડ રિદ્ધિ સિદ્ધિના નાલાથી ગોંડલ તરફ જવાનો રસ્તો ખુબ જ બિસ્માર હોવાની ફરિયાદ આવેલ પરંતુ તે રોડ નેશનલ હાઈવે ઓથોરીટીએ કરવાનો થાય છે તેવું જણાવેલ.

 

નેશનલ હાઈવે ઓથોરીટી સમારકામ કરવામાં પત્ર વ્યવહારમાં અને કામગીરી માટે સમય જાય જેના કારણે લોકોને ખુબ જ મુશ્કેલી અનુભવી પડે છે જેથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ રસ્તાનું સમારકામ કરી આપવા મેયરએ જણાવેલ, જેના અનુસંધાને ગઈકાલ તા.૨૧/૦૭/૨૦૨૧ના રોજ રિદ્ધિ સિદ્ધિ નાલાથી ગોંડલ તરફ જવાના બિસ્માર રસ્તા પર ભારે વાહનોની અવર જવર ખુબ જ રહેતી હોવાના કારણે બોક્સ કટિંગ કરી મેટલીંગ કરવાથી મેટલ બહાર ન આવે તે માટે મેયર ડૉ.પ્રદિપ ડવની ઉપસ્થિતિમાં સદરહુ રસ્તા પર બોક્સ કટિંગ કરી મેટલીંગ કરવામાં આવેલ. આ રસ્તા પર ખુબ જ હાલાકી ભોગવવી પડતી હતી તેમાં મેટલીંગ કરાતા રાહત થયેલ છે, તેમ અંતમાં મેયરએ જણાવેલ. આ કામગીરી સમયે ઈસ્ટઝોનના સિટી એન્જી. વાય. કે. ગોસ્વામી ઉપસ્થિત રહેલ. 


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here