વિપક્ષીનેતાના વર્ચ્યુઅલ લોકદરબારમાં ૩૦ મિનીટમાં ૨૩ ફરિયાદો નોંધાઈ

0
34
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

નગરજનોનો વર્ચ્યુઅલ લોકદરબારમાં જોડાવા બદલ આભાર માનતા વિપક્ષીનેતા ભાનુબેન સોરાણી

રાજકોટ મહાનગરપાલિકા પાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી દ્વારા રાજકોટ શહેરના નાગરિકોના લોકપ્રશ્નો અને ફરિયાદો જુલાઈ માસના દર ગુરુવારે વર્ચ્યુઅલ લોકદરબાર યોજી રાજકોટ શહેરની પ્રજાના પ્રશ્નોને ઉકેલવા માટે કાર્ય કરી રહ્યા છે જેમાં આજરોજ તા.૨૨/૦૭/૨૦૨૧ ના ગુરુવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે વર્ચ્યુઅલ લોકદરબાર યોજાયો હતો આ લોકદરબારને રાજકોટ શહેરના નાગરિકોનો જબ્બર પ્રતિસાદ મળ્યો હતો અને રાજકોટ શહેરના નાગરિકો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને ફક્ત ૩૦ મિનીટમાં જ ૨૩ અલગ અલગ પ્રકારની ફરિયાદો નોંધાવી હતી.

આ ફરિયાદોમાં પીવાના પાણીનીની ફરિયાદો વધુ પ્રમાણમાં નોંધાઈ છે રોડ-રસ્તામાં ખાડા, ટ્રાફિક સમસ્યા, ટોલ ફ્રિ નંબર ની સેવા ચાલુ કરવી, ઢોરનો ત્રાસ, કચરાના ઢગલા, ટીપરવાન સમયસર નથી આવતી, વોંકળા સફાઈ, ફ્રી વાઈફાઈ યોજનાનો લાભ મળતો નથી, મેઈન રોડ પર વરસાદી પાણી છોડે છે , સ્પોર્ટ્સ સંકુલ બનાવવા સહિતની અલગ અલગ પ્રકારની કુલ ૨૩ ફરિયાદો રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા શ્રીમતી ભાનુબેન સોરાણીના વર્ચ્યુઅલ લોકદરબારમાં નોંધાઈ છે.

વધુમાં ભાનુબેન સોરાણીએ જણાવ્યું છે કે નગરજનો અમોને http://bit.ly/CLP_RMC ઓનલાઈન ડેસ્ક ઉપર વધુમાં વધુ ફરિયાદો લોક પ્રશ્નો નોંધાવે તેવી જાહેરજનતાને અપીલ કરી છે, તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટે જણાવ્યું છે.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here