‘મોબાઈલ ટુ સ્પોર્ટ્સ’ અંતર્ગત જિલ્‍લાકક્ષાની ગાયન સ્પર્ધા તા.૨ ઓગસ્ટથી ૧૯ ઓગસ્ટ દરમ્‍યાન યોજાશે.

0
43
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

રાજકોટ- મુખ્યમંત્રી દ્વારા ૦૧/૧૦/૨૦૨૦ના રોજ ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઈલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી “મોબાઇલ ટ્ર સ્પોર્ટ્સ”ના અભિયાનની નવતર પહેલ કરી છે.

આ યોજનાને “મોબાઇલ ટૂ સ્પોર્ટ્સ” ફેસબુક પેજ, યુ ટ્યુબ ચેનલ, રેડિયો Quiz, ટેલિવિઝન તેમજ સોશિયલ મીડિયા સંબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો, ઓડિયો/વિડિયો કલીપ રજૂ કરી યુવાનોને રમત ગમતની પ્રવૃત્તિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવશે.

આ હેતુને સુચારુ રૂપે પાર પાડવા રમત ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કમિશ્નર, યુવક,સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી – ગાંધીનગર તથા જિલ્લા રમત ગમત અધિકારીઓની કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે ગાયન (સુગમ સંગીત, લગ્ન ગીત, શાસ્ત્રીય કંઠ્ય, લોક ગીત, ભજન સ્પર્ધા) સ્પર્ધાનું આયોજન કરેલ છે.

જેમાં જુદા જુદા વયજુથ પ્રમાણે કલાકારો ભાગ લઈ શકશે જેમાં ૬ વર્ષ થી ૧૪ વર્ષ સુધીનાં, ૧૫ વર્ષ થી ૨૦ વર્ષ સુધીનાં, ૨૧ વર્ષ થી ૫૯ વર્ષ સુધીનાં તેમજ ૬૦ વર્ષથી ઉપરનાં ઓપન વય જુથમાં ભાગ લઈ શકશે.

ઉકત સ્પર્ધાની વિડીયો કલીપ તૈયાર કરી (વિડીયોમાં પોતાનું નામ,સરનામું,સ્કુલનું નામ,મોબાઈલ નંબર,ઈ-મેઈલ એડ્રેસનો ઉલ્લેખ કરવો) અને સાથે ઉમરના પુરાવા તરીકે આધારકાર્ડ, ચુંટણીકાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ તેમજ બેંકપાસબુકની ઝેરોક્ષ જોડી તા. ૧૯/૦૮/૨૦૨૧ બપોર ૧૨:૦૦કલાક સુધીમાં રાજકોટ શહેરના સ્પર્ધકોએ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, 7/2,બહુમાળી ભવન, રેસકોર્સ રોડ  ખાતે મોકલી આપવાનું રહેશે.

જિલ્લાકક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ. ૧૦૦૦/-, દ્વિતિય વિજેતાને રૂ.૭૫૦/- તૃતિય વિજેતાને રૂ.૫૦૦/- ઈનામ સ્વરૂપે આપવામાં આવશે. રાજયકક્ષાની સ્પર્ધામાં ૧૦ વિજેતા કાલાકારોની પસંદગી કરવામાં આવશે. તેઓ પૈકિ પ્રથમ વિજેતાને રૂ. ૨૫,૦૦૦/-, દ્વિતિય વિજેતાને રૂ.૧૫,૦૦૦/- તૃતિય વિજેતાને રૂ.૧૦,૦૦૦/- એમ ત્રણ ઈનામો અને બાકિનાં અન્ય ૭ વિજેતા કલાકારોને રૂ.૫૦૦૦/- (પ્રત્યેકને) મુજબ આશ્વાસન ઈનામ સ્વરૂપે આપવામાં આવશે.

આ અંગેની વધુ માહિતી “મોબાઈલ ટૂ સ્પોર્ટ્સ” યોજના અંતર્ગત ફેસબુક પેજ https://www.facebook.com/mobile2sports તેમજ યુ ટ્યુબ ચેનલની લીંક https://www.youtube.com/channel/UCzsjR0vtHpN4rK_esnUaz-g પરથી મળી શકશે.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here