સુરતમાં ઈ- સિગારેટનાં વેચાણ પર સ્વાસ્થ્ય મંત્રાલયનાં મેઈલ બાદ દરોડા, દુકાનદારે જાહેરમાં ડિસ્પ્લેમાં મુકી

0
30
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

સુરતમાંમાં ઈ-સિગારેટના કારોબારને લઈને ઉદાસીન તંત્રની ફરિયાદ દિલ્હીના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરાયા બાદ દોડતા થયેલા તંત્રએ ચોકબજાર એવન કોકો પાસે વી વીલા શોપમાં ડિસ્પ્લેમાં મૂકી ઈ-સિગારેટનું વેચાણ કરતાં વેપારી ઉપર નજર હતી. મનપાના આરોગ્ય વિભાગ અને પોલીસની સહિયારી ટીમે અહીં રેડ કરી 19,950ની કિંમતના 32 બોક્સ અને તેમાં ભરવા માટે ઉપયોગમાં આવતાં પ્રવાહીની બે-બે લિટરની 12 બોટલ કબજે કરી હતી. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે બુધવારે એ-વન કોકો સામે આવેલી સિલ્કવિલા માર્કેટમાં પહોંચી હતી. સાથે અઠવાલાઈન્સ પોલીસ મથકનો કાફલો પણ હતો.

આ માર્કેટમાં વી વીલા શોપ નંબર.230માંથી ઓનલાઈન ઈ-સિગારેટનું વેચાણ કરવામાં આવે છે. આ દુકાનદારે જાહેરમાં ઈ-સિગારેટ ડિસ્પ્લેમાં મૂકી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા મેઈલથી મનપાને માહિતી મોકલાતા મોટો કાફલો આ દુકાનમાં ધસી જઈ સર્ચ કરી 32 ઈ-સિગારેટ, તેના ચાર્જર વેગેરે જપ્ત કર્યા હતા. દુકાનદાર જાફર સિદ્દિક ગોડીલની ધરપકડ કરી હતી.

 


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here