રાજકોટના વિવિધ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ૪૫૯૦થી વધુ લોકોનું કરાયું વેક્સિનેશન

0
34
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

કોરોના વેક્સિનેશન ઝડપી થાય તે માટે વિવિધ ક્ષેત્રે કોરોના પ્રતિરોધક રસીકરણ કેમ્પનું આયોજન

કોરોના વેક્સિનેશન ઝડપી થાય તે માટે વિવિધ ક્ષેત્રે કોરોના પ્રતિરોધક રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં વેક્સિનેશન બહોળા પ્રમાણમાં થાય તે માટે જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયાના માર્ગદર્શન નીચે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને જિલ્લા આરોગ્ય વિભાગના સુભગ સમન્વય દ્વારા વિવિધ ઉદ્યોગ ઝોનના પ્રમુખના સહકારથી યોજાયેલા વેક્સિનેશન કેમ્પમા પરપ્રાંતીય કારીગરો તેમજ શ્રમિકોને તેમના ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં વેક્સિનેશનનો વિકલ્પ પૂરો પાડવામાં આવી રહ્યો છે.

રાજકોટની વિવિધ ઈન્ડસ્ટ્રીઝ ઝોન ખાતે કારીગર અને શ્રમિકોને વહેલી તકે નજીકના સ્થળે વેક્સીન મળી રહે તે માટે રાજકોટના શાપર, હડમતાળા,લોઠડા,મેટોડા, કુવાડવા સહિતના ઈન્ડસ્ટ્રીયલ ઝોન ઉપરાંત બાલાજી વેફર્સમાં ખાસ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં ૧૮ વર્ષથી ઉપરના ૪૫૯૦ થી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હોવાનું જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર કિશોર મોરીએ જણાવ્યું છે.

કિશોર મોરીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, રાજકોટના હડમતાળા ખાતે ૨૧૬૮, શાપર ખાતે ૨૦૦, કુવાડવા ખાતે ૨૨૪, લોઠડા-પડવલા કેમ્પ ખાતે ૮૭૯, ,મેટોડા ખાતે ૮૧૭, અને બાલાજી વેફર્સ ખાતે ૩૦૨ મળીને કુલ ૪૩૬૦ જેટલા શ્રમિકોને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવી હતી. ઔદ્યોગિક ઝોનમાં કામ કરતા શ્રમિકોનું માસ વેક્સિનેશન કોરોનાને હરાવવામાં મહત્વની ભુમિકા ભજવશે. આ તકે વિવિધ ઈન્ડસ્ટ્રીઝના માલીકો કારખાનેદારો આગળ આવીને મહત્તમ સહકાર આપવા અનુરોધ કર્યો હતો. ઇન્ડસ્ટ્રીઝના અભિન્ન અંગ એવા શ્રમિકોને વેક્સિનેશન થકી સુરક્ષિત કરવાની વહીવટી તંત્રની પહેલ રંગ લાવી રહી છે.

 


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here