વોર્ડનં.૦૪ મોરબી રોડ પર આવેલ અભિરામ પાર્કમાં પેવિંગ બ્લોક નાંખવાના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય, રાજકોટ શહેર ભાજપ મહામંત્રીના વરદ્હસ્તે કરાયું.

0
14
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

 રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિકાસના જુદા જુદા કાર્યો કરવામાં આવે છે, જેના અનુસંધાને વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર પરેશભાઈ પીપળીયાની ગ્રાન્ટમાંથી મોરબી રોડ પર આવેલ અભિરામ પાર્કમાં પેવિંગ બ્લોક નાંખવાના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, રાજકોટ શહેર ઉપપ્રમુખ અશોકભાઈ લુણાગરીયાના વરદ્ હસ્તે કરવામાં આવ્યું.

       આ પ્રસંગે, વોર્ડ નં.૪ના કોર્પોરેટર કાળુભાઈ કુગશીયા, કંકુબેન ઉધરેજા, નયનાબેન પેઢડીયા, વોર્ડ પ્રમુખ સી.ટી. પટેલ, મહામંત્રી દિનેશભાઈ ચૌહાણ, કાનાભાઇ ઉધરેજા, ઉપપ્રમુખ દિવ્યેશભાઈ રામાણી, આઈ.ટી. મીડિયાના ઇન્ચાર્જ ઘનશ્યામભાઈ વાંક, શિક્ષણ સમિતિના સદસ્ય રવિભાઈ ગોહેલ, તથા સ્થાનિક આગેવાનો હરિભાઈ લુણાગરીયા, ધીરૂભાઈ પીપળીયા, વિઠલભાઈ ઢાંકેચા, ઠાકરશીભાઈ અકબરી, વલ્લભભાઈ પીપળીયા, અતુલભાઈ ટોપિયા, પરસોતમભાઈ વેકરીયા, અશોકભાઈ ટીંબડીયા, જગદીશભાઈ સોજીત્રા, રમીલાબેન ભંડેરી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here