9 રાજ્યોમાં પેટ્રોલ 100ને પાર થયા, 42 દિવસમાં 24 વખત ભાવ વધારો, અહીં 107 રૂપિયા કિંમત. જાણો વધુ વિગત…

0
212
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

દેશમાં મોંઘવારી તમામ રેકોર્ડ તોડી રહી છે. છેલ્લા 25 દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 6 રૂપિયા પ્રતિ લિટર સુધી વધ્યા છે. છેલ્લા 42 દિવસની અંદર જ 24 વખત ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. મોંઘા ભાવોને કારણે સામાન્ય પ્રજા પરેશાન છે. પેટ્રોલિયમ મંત્રીએ પણ સ્વીકાર્યું કે આજે જે ભાવ છે તેનાથી પ્રજાને મુશ્કેલી થઈ રહી છે. આમ સરકારે આ વાતનો તો સ્વીકાર કર્યો છે પણ તેમની પાસે મોંઘવારીનો કોઈ ઉપચાર નથી.

148 જિલ્લાઓમાં 100ને પાર પેટ્રોલ

દેશમાં પહેલીવાર ડીઝલનાભાવ પણ 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે. હાલમાં દેશના 148 જિલ્લાઓમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. 9 રાજ્યોની જનતા 100 રૂપિયાથી વધારે કિંમતમાં પેટ્રોલ ખરીદી રહી છે.

અહીં 107.53 રૂપિયા ભાવ

દેશના 9 રાજ્યો અને સંઘશાસિત પ્રદેશોમાં પેટ્રોલનો રિટેલ ભાવ 100 રૂપિયા પર પહોંચી ગયો છે. આ રાજ્યોમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને લદ્દાખ સામેલ છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ડીઝલ પણ 100 રૂપિયાને પાર પહોંચી ગયું છે તો અહીં પેટ્રોલની કિંમત 107.53 રૂપિયા પ્રતિ લિટર છે.

મેમાં 16 વખત અને જૂનમાં 8 વખત વધ્યા ભાવ

આંકડાઓ પર નજર કરીએ તો મે મહિનામાં 16 વખત અને જૂન મહિનાના 14 દિવસમાં 8 વખચ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે. આ વચ્ચે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, ભારત સરકાર હોય કે રાજ્ય સરકાર, કોરોનાકાળમાં એક વર્ષમાં લગભગ 35 હજાર કરોડ રૂપિયા રસી પર ખર્ચ થઈ રહ્યા છે. હાલ 1 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરીને પ્રધાનમંત્રીએ મફતમાં અન્ન આપવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના શરૂ કરી છે. પીએમ કિસાનમાં હજારો કરોડ રૂપિયા સીધા ખેડૂતના ખાતામાં જાય છે. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ચોખા અને ઘઉં પર MSP જાહેર કરાઈ છે. આ તમામ ખર્ચ અને રોજગાર સર્જ માટે, ડેવલપમેન્ટ માટે સહિતના કામો માટે પૈસા લોકકલ્યાણ માટે વપરાઈ રહ્યા છે.

ટેક્સથી કમાણી

એપ્રિલ 2020થી ડિસેમ્બર 2020 એટલે કે 8 મહિનામાં જ 2 લાખ 35 હજાર કરોડ રૂપિયા ફક્ત પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી મારફતે જનતાના ખિસ્સામાંથી નીકાળીને કેન્દ્ર સરકારના ખજાનામાં પહોંચી ગયા છે. એક વર્ષમાં જ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 25 રૂપિયા સુધીનો વધારો થયો છે.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here