રાજકોટ જિલ્લામાં અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા કાર્યરત

0
30
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

૪૮૫ ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફીદસ્તાવેજ ચકાસણીની કામગીરી પુરજોશમાં

રાજ્ય સરકાર દ્વારા અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રીયા હાલમાં ચાલી રહી છે. જે અંતર્ગત કુલ ૩૪૫૨ જેટલી રાજ્યભરની જગ્યાઓ માટે તમામ જિલ્લાઓમાં ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફીકેશન(દસ્તાવેજ ચકાસણી) થઈ રહ્યું છે. સમગ્ર રાજ્યના કુલ ૧૨,૮૦૮ ઉમેદવારો પૈકીના રાજકોટ જિલ્લાના ૪૮૫ ઉમેદવારોનું શ્રી કરણસિંહજી હાઇસ્કુલરાજકોટ ખાતે ડોક્યુમેન્ટેશન વેરિફિકેશન ચાલી રહ્યું છે. જેમાં મેરીટની ગણતરી તથા ઉમેદવારોની અરજીના આધારે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવે છે. આ પ્રક્રીયા આજ રોજથી ૧૨ જૂન સુધી ચાલશે. આ માટે દરરોજના ૬૦ ઉમેદવારોના બે કલાકના કુલ ૪ સ્લોટનું આયોજન કરવામાં આવ્યું છે. કોવિડ-૧૯ ને ધ્યાનમાં રાખીને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ સોશ્યલ ડિસ્ટન્સિંગમાસ્ક અને સેનેટાઈઝેશન જળવાઈ રહે તેવુ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તથા અન્ય કચેરીના સ્ટાફ મળીને ૩૦ જેટલા કર્મચારીઓ આ સઘન કામગીરી કરી રહ્યા છેતેમ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી બી.એસ.કૈલાની યાદીમાં જણાવાયું છે.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here