૨૨ સફાઈ કામદારોને નોકરીના ઓર્ડર પદાધીકારીઓના વરદ હસ્તે અપાયા

0
55
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સોલીડવેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા સફાઈ કામદારોની ચાલુ ફરજ દરમ્યાન અવસાન થાય તો તેમના વારસદારોને તેમજ સ્વૈચ્છિક નિવૃત્તિ આપનાર સફાઈ કામદાર વારસદારને નોકરી પર લેવામાં આવે છે. જેના અનુસંધાને આજ તા.૧૦/૦૬/૨૦૨૧ના રોજ ચાલુ ફરજે અવસાન પામેલ ૧૪ કર્મચારીના વારસદારને ઉપરાંત ફિક્સ પગારનો પીરીયડ પુરો થઇ ગયેલ છે તેવા ૮ સફાઈ કામદારોને મળી કુલ ૨૨ સફાઈ કામદારોને મેયર ડૉ.પ્રદિપ ડવ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, દંડક સુરેન્દ્રસિંહ વાળા, સેનિટેશન કમિટીના ચેરમેન અશ્વિનભાઈ પાંભર વિગેરના વરદ હસ્તે નોકરીના ઓર્ડર આપવામાં આવ્યા.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here