પરિણીતી ચોપડાએ કેમ બે દિવસ સુધી સ્નાન નહોતું કર્યું?

0
274
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

પરિણીતી ચોપડાએ કહ્યું કે હું એક વખત બે દિવસ સુધી નાહી નહોતી. ‘સંદીપ ઔર પિન્કી ફરાર’માં ઝૂંપડીના એક સીન માટે તેણે બે દિવસ સુધી સ્નાન નહોતું કર્યું. અર્જુન કપૂર સાથેની આ ફિલ્મ હાલમાં સ્ટ્રીમિંગ સર્વિસ પર રિલીઝ થઈ છે. આ સીન પહાડોની એક ઝૂંપડીમાં શૂટ કરવામાં આવ્યું છે. પરિણીતીનું કૅરૅક્ટર મિસકૅરેજમાંથી પસાર થાય છે. તેને ગંદકીમાં સુવાનું હોય છે. એ તમામ ઘટના વિશે જણાવતાં પરિણીતીએ કહ્યું કે ‘એ આખી સિક્વન્સ અમે ઝૂંપડીમાં બેથી ત્રણ દિવસ સુધી શૂટ કરી હતી. એક ઍક્ટર તરીકે લોકો આ જાણીને શું રીઍક્ટ કરશે જ્યારે હું તેમને એ વિશે માહિતી આપીશ. એ સિક્વન્સ માટે હું ખરેખર બે દિવસ સુધી નાહી નહોતી. એ લોકેશન પણ ગંદકીથી ભરેલુ હતું. એક દિવસનું શૂટિંગ પૂરું કરીને હું ઘરે જતી ત્યારે આખી કાદવથી ભરેલી રહેતી હતી. મારા વાળ પણ ધૂળને કારણે સફેદ થઈ ગયા હતા. હું એને સાફ નહોતી કરતી. હું ઘરે જતી, ઊંઘી જતી અને બીજા દિવસે ફરીથી લોકેશન પર એ કચરામાં શૂટિંગ કરવા પહોંચી જતી હતી.’


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here