Happy Birthday સોનમ કપૂર

0
58
Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

15 વર્ષની ઉંમરમાં સોનમ કપૂરની પહેલી નોકરી વેટ્રેસ હતી

ખાસ-ખબર સંવાદદાતા
સોનમ કપૂરનો જન્મ 9 જૂન 1985માં મુંબઈમાં થયો હતો. સોનમ કપૂર એવા પરિવારની છે જેમાં સ્ટાર્સની ભરમાર છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. તેના પિતા અનિલ કપૂરને કોઈ પરિચયની જરૂર નથી, જ્યારે તેમના દાદા સુરિન્દર કપૂર ફિલ્મ નિર્માતા હતા. તેની માતા સુનીતા કપૂર ભૂતપૂર્વ મોડેલ અને ડિઝાઇનર છે. સોનમ કપૂરની બહેન રિયા કપૂર ફિલ્મ પ્રોડ્યૂસર અને ફેશન લાઈન રિસોનની માલિક છે ત્યારે ભાઈ હર્ષવર્ધન કપૂર એક્ટર છે.
આમ તો સોનમ કપૂરના પિતા અને દાદા નહીં, એમના કાકા- બોની કપૂર અને સંજય કપૂર પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો હિસ્સો છે. જ્યારે બોની કપૂર ફિર્મ નિર્માતા અને સંજય કપૂર અભિનેતા છે. અર્જુન કપૂર, અંશુલા કપૂર, જાન્હવી કપૂર, ખુશી કપૂર, મોહિત મારવાહ, શનાયા કપૂર અને જહાન કપૂર સોનમ કપૂરના કઝિન્સ છે. પહેલા સોનમ કપૂરનો પરિવાર ચેમ્બૂરમાં રહેતો હતો. જ્યારે સોનમ એક મહિનાની હતી ત્યારથી તેઓ જૂહુ ચાલ્યા ગયા. સોનમ કપૂરે જૂહુમાં આર્ય વિદ્યા મંદિર સ્કુલમાં અભ્યાસ કર્યો હતો.

15 વર્ષની ઉંમરમાં સોનમ કપૂરની પહેલી નોકરી એક વેટ્રેસની હતી, પરંતુ આ જોબ ફક્ત એક વીક સુધી હતી. સોનમ કપૂર વધુ શિક્ષણ માટે, થિયેટર અને આર્ટનો અભ્યાસ કરવા માટે સાઉથ ઈસ્ટ એશિયા (સિંગાપોર)ની યુનાઈટેડ વર્લ્ડ કોલેજ ગઈ. જ્યારે સિંગાપુરમાં અભિનેત્રી રાની મુખર્જી સાથે મુલાકાત થઈ હતી ત્યારે રાની સંજ્ય લીલા ભણસાલીની બ્લેક ફિલ્મમાં કામ કરી રહી હતી, ત્યારે તેણે કપૂર પરિવારની મુલાકાત લીધી હતી. સોનમે ભંસાલીની ફિલ્મમાં ક્રૂ મેમ્બર તરીકે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. સંજય ભણસાલીએ આખરે સોનમ કપૂરને આગામી ફિલ્મ ’સાંવરિયા’માં કામ કરવાની ઑફર આપી હતી અને તેણે સ્વીકારી પમ લીધી હતી. સોનમ કપૂરએ 2007 માં રણબીર કપૂર સાથે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ’સાંવરિયા’માં બોલીવુડની શરૂઆત કરી હતી.


Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here