‘ભુજ: ધ ડે ઇન્ડિયા શુક’ ડૉક્યુ-ફિલ્મને નરેટ કરશે અનુપમ ખેર

0
43
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

‘ભુજ: ધ ડે ઇન્ડિયા શુક’ને અનુપમ ખેર દ્વારા નરેટ કરવામાં આવી છે. આ ડૉક્યુ-ફિલ્મનું ટ્રેલર ગઈ કાલે જ રિલીઝ કરવામાં આવ્યું છે, જેને ૧૧ જૂને ડિસ્કવરી પ્લસ પર રિલીઝ કરવામાં આવશે. ૨૦૦૧માં ગુજરાતમાં આવેલા ધરતીકંપ પર આ ડૉક્યુ-ફિલ્મ બનાવવામાં આવી છે. એમાં આ ધરતીકંપનો ભોગ બનેલા સર્વાઇવર, લોકોને બચાવનાર, જર્નલિસ્ટ, ફોટોગ્રાફર્સ અને અર્થ સાયન્ટિસ્ટનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિશે વાત કરતાં અનુપમ ખેરે કહ્યું હતું કે ‘આ ઘટનાની દરેક વાત મને હચમચાવી દે છે. આ ઘટનાનો અનુભવ કરનાર દરેક વ્યક્તિ પર એની શું અસર પડી હશે એનો હું અનુભવ કરી શકું છું. આ ડૉક્યુમેન્ટરીને નરેટ કરવી મારા માટે એક ઇમોશનલ જર્ની હતી. આ ઘટનાનો સામનો કરનાર દરેક વ્યક્તિ અને દરેક ફૅમિલી સાથે મારી સંવેદના છે. આ સ્પેશ્યલ ડૉક્યુમેન્ટરીનો ચહેરો બનવાની તક મને મળી એનો મને ગર્વ છે.’

20 વર્ષ થતાં ફર્સ્ટ-હૅન્ડ ફુટેજ અને ફર્સ્ટ-પર્સન ઇન્ટરવ્યુ દ્વારા ‘ભુજ : ધ ડે ઇન્ડિયા શુક’ને રજૂ કરવામાં આવશે.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here